logo-img
Modi Took A Fatal Decision For Farmers Under Pressure From Trump Yesudaan Gadhvi

આપના નેતા ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન : ડોનાલ્ડ ટ્રમ્પના દબાણમાં આવીને સરકારે ખેડૂતો માટે ઘાતક નિર્ણય લીધો!

આપના નેતા ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન
Published by: Offbeat Team
| Last Updated: Aug 22, 2025, 12:49 PM IST

આમ આદમી પાર્ટી (આપ) એ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, સરકારે અમેરિકાથી આયાત થતા કપાસ પર ઈમ્પોર્ટ ડ્યુટી અને સેસ નાબૂદ કરવાનો ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોને મોટું નુકસાન થશે. આપના નેતા ઈસુદાન ગઢવીએ આ નિર્ણય માટે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણને જવાબદાર ગણાવ્યો છે.

ખેડૂતોએ મોદીને મત આપ્યો અને મોદી ખેડૂતો વિરુદ્ધ જ કામ કરી રહ્યા છે: ઈસુદાન ગઢવી

ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ખેડૂતોએ સરકારના એ વિશ્વાસ સાથે મત આપ્યા હતા કે તેઓ ખેડૂતોના હિત માટે કામ કરશે, પરંતુ સરકાર સતત ખેડૂતો વિરુદ્ધના નિર્ણયો લઈ રહી છે. તેમણે આંકડા ટાંકતા જણાવ્યું કે, 2014માં કપાસના મણનો ભાવ રૂ. 1500 હતો, જે હવે ઘટીને રૂ. 1300 થઈ ગયો છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપની ખેડૂત વિરોધી માનસિકતા આ નિર્ણયથી છતી થઈ ગઈ છે.

આપ કરશે આંદોલન અને ખેડૂતોને જાગૃત

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, આ ખેડૂત વિરોધી નિર્ણય સામે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપશે. આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ પણ આ મામલે આકરા શબ્દોમાં સરકારની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું કે, 15મી ઓગસ્ટે વડાપ્રધાને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાની વાત કરી હતી, પરંતુ ચાર દિવસ બાદ જ તેમણે ખેડૂત વિરોધી નિર્ણય લીધો. સાગર રબારીએ વધુમાં જણાવ્યું હતું કે, જો કપાસના આ નિર્ણય સામે આંદોલન નહીં થાય તો ભવિષ્યમાં દૂધની પ્રોડક્ટ અને ફળોની આયાત પણ ડ્યુટી-ફ્રી કરી દેવામાં આવશે, જેનાથી ખેડૂતો, પશુપાલકો અને બાગાયતી પાકોના માલિકોનું સત્યાનાશ થઈ જશે.

'આપ' ખેડૂતોની ઢાલ બનશે

ઈસુદાન ગઢવી અને સાગર રબારી બંનેએ ભારપૂર્વક જણાવ્યું કે, આમ આદમી પાર્ટી ખેડૂતોના હિત વિરોધના કોઈપણ નિર્ણયને સહન કરશે નહીં. આપના નેતાઓ ગામડે ગામડે મીટિંગો યોજીને ખેડૂતોને આ સંકટ મુદ્દે જાગૃત કરશે. તેમણે એ પણ જણાવ્યું કે, જો જરૂર પડશે તો ખેડૂતોના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવશે. આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોની ઢાલ બનીને તેમની સાથે ઊભી રહેશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now