logo-img
Mla Gopal Italia Took The Sisters Of Visavadar To Visit The Assembly

''વિધાનસભા જોઈ અમારી બહેનો હરખાઈ ગઈ'' : MLA ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની બહેનોને વિધાનસભાની મુલાકાત કરાવી

''વિધાનસભા જોઈ અમારી બહેનો હરખાઈ ગઈ''
Published by: Offbeat Team
| Last Updated: Aug 23, 2025, 06:26 AM IST

વિસાવદરના AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિસાવદરની મહિલા-બહેનોને વિધાનસભાની મુલાકાત કરાવી હતી. વિધાનસભા ખાતેથી ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા તમામ બહેનોને સાથે રાખીને વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ''મારા મતવિસ્તારના ભેંસાણ તાલુકાના તમામ ગામમાંથી અલગ અલગ સમાજની 150 કરતા પણ વધુ બહેનોને ગાંધીનગર પ્રવાસમાં લાવીને તેમની સાથે રહીને ગુજરાતની વિધાનસભા બતાવી''.


''...એમનો મત ક્યા જાય છે?''

આ દરમિયાન ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ''ગામડાના વ્યક્તિઓ ભાગ્યે જ વિધાનસભા અંદર જઈ શકે છે ત્યારે મને એક વિચાર આવ્યો કે હું અમારા ગામડાની બહેનોને વિધાનસભા બતાવીશ. આખો દિવસ ખેતરોમાં મજૂરી કરતી અમારી બહેનો પણ જીવનમાં એક વખત વિધાનસભાના બિલ્ડીંગની ભવ્યતા સગી આંખે જોવે તો એમને પણ ખ્યાલ આવે કે એમનો મત ક્યા જાય છે?''


''અમારી માતાઓ-બહેનો હરખાઈ ગઈ''

ધારાસભ્યએ કહ્યું કે, ''સરકાર એટલે શું? કેબિનેટ એટલે શું? અધ્યક્ષનું કામ શું? સદનમાં કોણ ધારાસભ્ય ક્યા બેસે? ગોપાલ ઈટાલિયા ક્યા બેસશે? કાયદો કેવી રીતે બને? સદનમાં કોણ બોલી શકે? ખરડો એટલે શું? સચિવાલય એટલે શું? વિધાનસભા તેમજ સચિવાલયમાં શું ફર્ક છે? જેવા અનેક પ્રશ્નોના જવાબો અમારી માતાઓ-બહેનોએ વિધાનસભાના ગૃહમાં બેસીને મેળવ્યા. જીવનમાં પહેલીવાર ગાંધીનગર તેમજ જીવનમાં પહેલીવાર વિધાનસભાનું ગૃહ જોઈને અમારી માતાઓ-બહેનો હરખાઈ ગઈ છે. વિસાવદરની બહેનોએ મને વિધાનસભામાં મોકલ્યો માટે આજે એ બહેનોને લઈને હું વિધાનસભામાં આવ્યો તેની મને ખુશી છે''.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now