logo-img
Major Revelation In The Murder Case Of A Class 10 Student

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલ કેસમાં મોટો ઘટસ્ફોટ : પ્રત્યક્ષદર્શીએ કહ્યું, છરી વડે નથી થયું બાળકનું મોત, આ હતું હથિયાર

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલ કેસમાં મોટો ઘટસ્ફોટ
Published by: Offbeat Team
| Last Updated: Aug 20, 2025, 09:17 AM IST

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ભયાનક બનાવ બન્યો. ધોરણ 10માં અભ્યાસ કરતા 15 વર્ષના વિદ્યાર્થી પર તેના જ સ્કૂલના ધોરણ 9ના વિદ્યાર્થીએ છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે. આ કેસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે.

આ બાબતે નવો ઘટસ્ફોટ થયો છે. એક મીડીય સાથે તે જ સ્કૂલના વિદ્યાર્થીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે હુમલો કરનાર વિદ્યાર્થીએ છરી વડે નહિ પરંતુ ફિઝિક્સના એક સાધન વડે હુમલો કર્યો હતો. એટલું જ નહિ વિદ્યાર્થીએ શાળાની બેદકારી જણાવી અને કહ્યું ઘટનાસ્થળે સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટી ટીચર્ચ હાજર હોવા છતાં કોઈએ મદદ કરી ન કરી. જેના કારણે સ્કૂલની ઓફિસ પાસે સ્ટુડન્ટે 30 મિનિટ સુધી લોહીલુહાણ બનીને તરફડિયા માર્યા મારતો રહ્યો.

વિદ્યાર્થીના મોત બાદ શાળામાં ભારે તોડફોડ

વિદ્યાર્થીના મોત બાદ ગુસ્સે ભરાયેલા સિંધી સમાજના લોકોનું ટોળું શાળામાં ઘુસ્યા બાદ સામે જે મળ્યું તેને માર માર્યો. પાર્કિંગમાં પડેલા તમામ સાધનો પર ભારે તોડફોડ મચાવી. તોડફોડ મચાવ્યા બાદ એક સ્ટાફની બોચી પકડી તેને ઉપરના માળે લઇ ગયા. એટલું જ નહિ પરંતુ પ્રિન્સિપાલ અને અન્ય સ્ટાફ સામે મળતા તેમને પણ માર માર્યો અને શાળાની મિલકતને નુકસાન પહોચાડ્યું. સ્થિતિ ગંભીર થતા પોલીસ પણ શાળાએ પહોંચી આવી હતી.

લોકોના ટોળાએ પોલીસની હાજરીમાં પણ સ્ટાફને માર માર્યો હતો. સ્થિતિ એટલી ભયાનક બની ગઈ હતી કે પોલીસ સ્ટાફને બચાવીને લઈ જતી હતી ત્યારે પણ ટોળું માર મારતું હતું અને પોલીસની ગાડી પણ ટોળાએ ઉંચી કરી નાખી હતી. બાદમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ શાળાની બહાર આવીને રોડ પર બેસીને ચક્કાજામ કર્યો હતો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now