GST on Maruti Suzuki Swift: ભારતમાં GST ના દરમાં ફેરફારને કારણે, કોમ્પેક્ટ SUV ખરીદનારાઓને રાહત મળી છે. હવે 4 મીટર સુધીની કાર અને 1200cc સુધીના એન્જિનવાળા વાહનો પરનો ટેક્સ ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. મારુતિ સ્વિફ્ટની વાત કરીએ તો, તેની લંબાઈ 4 મીટરથી ઓછી છે અને તે 1197cc એન્જિન આપવામાં આવ્યું છે. આ કારણોસર, આ કારમાં 18 ટકાના GST સ્લેબમાં આવે છે. જાણો આ કારની કિંમત અને એન્જિન પાવરની માહિતી.Maruti Suzuki Swift ની કિંમત
અમદાવાદમાં મારુતિ સુઝુકી સ્વિફ્ટની એક્સ-શોરૂમ કિંમતની વાત કરીએ તો, તે 6.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 9.64 લાખ રૂપિયા સુધી જાય છે. જો આ કારની કિંમતમાં 10 ટકા GST ઘટાડવામાં આવે છે, તો તમને 71 હજાર રૂપિયાથી 1.06 લાખ રૂપિયા સુધીનો ઘટાડો થશે.એન્જિન પાવર
મારુતિ સુઝુકી સ્વિફ્ટમાં 1197cc નું એન્જિન છે, જે 1.2 લિટર એસ્પિરેટેડ Z-સિરીઝ પેટ્રોલ એન્જિન 80bhp અને 111.7nm ટોર્ક જનરેટ કરે છે. આ કારમાં પાંચ-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સના ઓપ્શન મળી રહે છે. આ કાર સરળતાથી 100 થી 120 કિમીની ઝડપે ક્રૂઝ કરી શકે છે.