logo-img
How Much Will The Price Of Hero Splendor Plus Increase After Gst Reduction

GST ઘટાડા પછી Hero Splendor Plus ની કિંમત કેટલી? : આ બાઇકના ફીચર્સ, કિંમત, એન્જિન અને પાવરની માહિતી જાણો

GST ઘટાડા પછી Hero Splendor Plus ની કિંમત કેટલી?
Published by: Offbeat Team
| Last Updated: Sep 08, 2025, 07:06 AM IST

Hero Splendor Plus: ભારતીય બજારમાં સૌથી વધુ વેચાણ થનારી બાઇક Hero Splendor Plus સસ્તી થશે. GST કાઉન્સિલ મીટિંગમાં ટૂ-વ્હીલર્સ પર 28% ટેક્સ થી ઘટાડીને 18% ટેક્સ કરવામાં આવ્યો છે. Hero Splendor Plus ની હાલ ની કિંમત અને GST ના ઘટાડા પછીની કિંમત, ફીચર્સ, ફંક્શન, એન્જિન અને પાવરની માહિતી જાણો.

Hero Splendor Plus ની નવી કિંમતHero Splendor Plus ની અમદાવાદમાં 28% GST સાથે (Drum Brake-OBD 2B વેરિઅન્ટ) ની એક્સ શોરૂમ કિંમત 80,662 રૂપિયા, (Drum Brake I3S - OBD 2B વેરિઅન્ટ) ની કિંમત 81,582 રૂપિયા, અને (I3S - Black and Accent Edition - OBD 2B વેરિઅન્ટ) ની એક્સ શોરૂમ કિંમત 81,582 રૂપિયા છે. જો GST ના ઘટાડા પછી, (Drum Brake-OBD 2B વેરિઅન્ટ) ની એક્સ શોરૂમ કિંમતમાં 8,066 રૂપિયા, (Drum Brake I3S - OBD 2B વેરિઅન્ટ) ની કિંમતમાં 8,158 રૂપિયા અને (I3S - Black and Accent Edition - OBD 2B વેરિઅન્ટ) ની એક્સ શોરૂમ કિંમતમાં 8,158 રૂપિયાનો ઘટાડો થશે.

Hero Splendor Plus નું એન્જિન અને પાવરહીરો સ્પ્લેન્ડર પ્લસ હંમેશા માઇલેજ માટે જાણીતું છે. તેમાં એર-કૂલ્ડ, 4-સ્ટ્રોક, સિંગલ-સિલિન્ડર OHC એન્જિન છે. આ એન્જિન 8000rpm પર 5.9kW પાવર અને 6000rpm પર 8.05Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક પ્રોગ્રામ્ડ ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ સાથે આવે છે જે માઇલેજ અને સ્મૂધ રાઇડિંગ બંનેમાં સુધારો કરે છે. આ જ કારણ છે કે આ બાઇક ભારતમાં સૌથી વધુ વેચાતી મોટરસાઇકલ છે.

Hero Splendor Plus ના ફીચર્સઆ બાઇકમાં ઉપલબ્ધ અદ્ભુત ફીચર્સ વિશે વાત કરીએ તો, તેમાં આગળના ભાગમાં ખૂબ જ સારી લાઇટ્સ મળે છે અને તેમાં આપવામાં આવેલી લાઇટ્સ LED લાઇટ છે. જેથી રાત્રે જ્યારે બાઇક ચલાવવામાં આવે છે, ત્યારે તેનો પ્રકાશ ખૂબ જ વધુ હોય છે, તમને બંને બાજુ ઇન્ડિકેટર આપવામાં આવ્યા છે. આ સાથે, તમને ડિજિટલ મીટર પણ આપવામાં આવશે અને તેની સાથે, તમને આ વાહનમાં ચાર્જિંગ પોર્ટ જોવા મળશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now