Home Automobile Get Tata Safari Petrol On A Down Payment Of Rs 2 Lakh See The Best Finance Plan For Safari Here

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol! : 7-સીટર સફારી માટે બેસ્ટ ફાઇનાન્સ પ્લાન અહીં જુઓ

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 12:14 PM IST

Tata Safari : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં Tata Safari એક લોકપ્રિય નામ છે. ખાસ કરીને મોટા પરિવારો માટે 6 અને 7-સીટર વેરિઅન્ટમાં આ કાર પહેલેથી જ પસંદગીની રહી છે. હવે Tata Motors એ આ SUV ને પાવરફુલ ટર્બો પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કરી છે. જો તમે પણ આ નવી Tata Safari Petrol ખરીદવાનું વિચારી રહ્યા છો, પરંતુ બજેટને લઈને મૂંઝવણમાં છો, તો આ આર્ટિકલ તમારા માટે છે. જાણો માત્ર 2 લાખ રૂપિયા જેવું ડાઉન પેમેન્ટ ભરીને તમે આ કાર ખરીદો છો તો દર મહિને કેટલા રૂપિયાની EMI આવશે.

ઓન-રોડ કિંમત કેટલી છે?

Tata Safari ના બેઝ મોડલ એટલે કે, Smart Petrol 1.5L Turbo Manual 7 સીટર વેરિઅન્ટની અમદાવાદમાં ઓન-રોડ કિંમત ₹14.98 લાખ છે. જો તમારી પાસે એકસાથે આટલા પૈસા ન હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે બેંક લોન દ્વારા સરળતાથી આ કાર ખરીદી શકો છો.

ડાઉન પેમેન્ટ અને લોનની રકમ

જો તમે આ કાર ખરીદવા માટે આશરે ₹2 લાખનું ડાઉન પેમેન્ટ કરો છો, તો બાકીની રકમ માટે તમારે બેંક પાસેથી લોન લેવી પડશે. આ ગણતરી મુજબ, તમને ₹12.98 લાખની કાર લોન મળી શકે છે. જોકે, યાદ રાખવું કે, લોન આપવી કે નહીં અને વ્યાજ દર કેટલો રાખવો તે સંપૂર્ણપણે તમારા ક્રેડિટ સ્કોર (CIBIL Score) પર આધાર રાખે છે.

દર મહિને કેટલો હપ્તો (EMI) આવશે?

જો આપણે 9% ના વાર્ષિક વ્યાજ દરને આધાર માનીએ, તો અલગ-અલગ સમયગાળા માટે તમારો માસિક હપ્તો નીચે મુજબ હોઈ શકે છે:

લોનનો સમયગાળો (વર્ષ)

અંદાજિત માસિક EMI (₹)

1 વર્ષ

₹1,13,536

2 વર્ષ

₹59,311

3 વર્ષ

₹41,284

4 વર્ષ

₹32,307

5 વર્ષ

₹26,950

6 વર્ષ

₹23,402

7 વર્ષ

₹20,888

લોન લેતા પહેલા આ બાબત જાણવી જરૂરી

લોન લેતી વખતે હંમેશા ધ્યાનમાં રાખો કે વ્યાજ દર બેંક ટુ બેંક અલગ હોઈ શકે છે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો હશે, તો તમને ઓછા વ્યાજ દરે લોન મળી શકે છે, જેનાથી તમારો માસિક હપ્તો હજુ પણ ઓછો થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now