Home Automobile Mahindra Thar Roxx 2026 Will Be Launched With New Engine Option Know The Possible Price

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ! : દમદાર પાવર અને અપડેટેડ વર્ઝન સાથે જાણો સંભવિત કિંમત

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 07:56 AM IST

Mahindra Thar Roxx 2026 : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં જ્યારે પણ ઓફ-રોડિંગ એસયુવી (SUV) ની વાત આવે છે, ત્યારે 'મહિન્દ્રા થાર' નું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. તેના મજબૂત લુક અને પાવરફુલ પરફોર્મન્સને કારણે તે યુવાનોની પહેલી પસંદ બની ગઈ છે. હાલમાં એવા રિપોર્ટ્સ મળી રહ્યા છે કે, કંપની તેની લોકપ્રિય 'થાર રોક્સ' નું નવું અપડેટેડ વર્ઝન 2026 માં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ નવી SUV પહેલા કરતાં વધુ આધુનિક અને પાવરફૂલ હોઈ શકે છે.

શું ફેરફાર જોવા મળશે?

રિપોર્ટ્સ મુજબ, Mahindra Thar Roxx 2026 માં ડિઝાઇન લેવલે કેટલાક મહત્વના ફેરફારો કરવામાં આવશે. આ નવા મોડલને પહેલા કરતાં વધુ આકર્ષક અને મોડર્ન લુક આપવામાં આવશે. સૌથી મોટો ફેરફાર તેના એન્જિનમાં જોવા મળી શકે છે. કંપની આમાં નવું 1.5-લિટર ટર્બોચાર્જ્ડ એન્જિન આપી શકે છે, જે માઇલેજ અને પાવર બંનેમાં સંતુલન જાળવશે.

વર્તમાન એન્જિનના ઓપ્શન

અત્યારે જે થાર રોક્સ માર્કેટમાં ઉપલબ્ધ છે, તેમાં કંપની 2 પાવરફુલ એન્જિન આપે છે: 2.0-લિટર ટર્બો પેટ્રોલ અને 2.2-લિટર ટર્બો ડીઝલ એન્જિન. આ એન્જિન ખાસ કરીને ખરાબ રસ્તાઓ અને પહાડી વિસ્તારોમાં શાનદાર પ્રદર્શન માટે જાણીતા છે. હવે 1.5-લિટર એન્જિન આવવાથી ગ્રાહકો પાસે પસંદગી માટે વધુ એક સારો ઓપ્શન હશે.


આ પણ ખાસ વાંચોઃ આ ગાડીમાં એકવાર ફૂલ ટેન્ક કરાવ્યા પછી 1200 કિ.મી. સુધી ફિકરનોટ!

કેટલી હશે કિંમત?

કિંમતની વાત કરીએ તો, હાલની મહિન્દ્રા થાર રોક્સની શરૂઆતની કિંમત અંદાજે ₹12.39 લાખ (એક્સ-શોરૂમ) છે. એક્સપર્ટસના મતે, કંપની વધુ ગ્રાહકોને આકર્ષવા માટે નવા વેરિઅન્ટને થોડી ઓછી કિંમતે રજૂ કરી શકે છે. જો આવું થાય, તો તે SUV ઓફ-રોડ સેગમેન્ટમાં સ્પર્ધામાં વધુ વધારો કરી શકે છે.

કોની સાથે થશે કોમ્પિટિશન?

નવી થાર રોક્સ 2026 સીધી રીતે 'Force Gurkha 5-Door' અને 'Maruti Suzuki Jimny' જેવી ગાડીઓને ટક્કર આપશે. આ ઉપરાંત, તેના પ્રીમિયમ ફીચર્સને કારણે તે Scorpio-N, Hyundai Creta અને Tata Harrier જેવા સેગમેન્ટના ગ્રાહકોને પણ પોતાની તરફ ખેંચી શકે છે.

ક્યારે થશે લોન્ચ?

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, આ નવી SUV આગામી 3 થી 6 મહિનાની અંદર ભારતીય બજારમાં જોવા મળી શકે છે. હાલમાં કંપની તેનું ટેસ્ટિંગ કરી રહી છે, જેથી ગ્રાહકોને શ્રેષ્ઠ ઓફ-રોડિંગ એક્સપિરિયન્સ મળી શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now