Home Automobile Hatchback Or Sedan Which Car Is More Suitable For Indian Roads Are You Planning To Buy A New Car

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય? : શું તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો?

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 12:56 PM IST

Sedan and hatchback cars : જો તમારી પસંદગી હેચબેક તરફ છે, તો સેડાન વિશેની માહિતી પણ જાણવી જરૂરી છે. ઘણીવાર આપણે કાર ખરીદતા પહેલા આ પ્રશ્નમાં અટવાઈ જઈએ છીએ કે હેચબેક લેવી કે સેડાન? ગુજરાતના શહેરો જેમ કે, અમદાવાદ કે સુરતમાં રહેતા લોકો માટે આ કન્ફ્યુઝન ખુબ સામાન્ય બાબત છે. એક તરફ હેવી ટ્રાફિક અને વ્યસ્ત રસ્તાઓ, તો બીજી તરફ સાંકડા રસ્તા અને પાર્કિંગની પળોજળ. 2026 માં SUV નો ટ્રેન્ડ વધ્યો છે છતાં હેચબેક અને સેડાન બંને કેટેગરી હજુ પણ ભારતીય બજારમાં મજબૂત સ્થાન ધરાવે છે.

ગુજરાતના રસ્તાઓને જોતા કંઈ ગાડી સૌથી શ્રેષ્ઠ રહેશે જાણો વિગતવારઃ

1) સ્પેસ અને કમ્ફર્ટમાં કઈ કાર બેસ્ટ?

  • હેચબેક કારનો મોટો ફાયદો તેની વર્સેટાઇલ સ્પેસ છે. તેમાં રિયર સીટ ફોલ્ડ કરી શકાય છે, જેથી વધુ સામાન સરળતાથી મૂકી શકાય. બજારમાંથી મોટું શોપિંગ લાવવું હોય, સાઇકલ રાખવી હોય કે ઘરેલું સામાન મૂકવો હોય – હેચબેકમાં આ બધું સરળતાથી મૂકી શકાય છે. ઉપરાંત, બૂટ ઓપનિંગ પણ મોટું હોય છે.

  • સેડાન કારમાં બૂટ અલગ હોય છે અને સામાન્ય રીતે તેની ક્ષમતા 500 લિટર અથવા તેથી વધુ હોય છે. બૂટ ઓપનિંગ થોડું નાનું હોવા છતાં, તેમાં લગેજ અથવા ઓફિસ બેગ સુરક્ષિત અને ગોઠવેલી રીતે રાખી શકાય છે. ઉપરાંત, સેડાનમાં પાછળ બેસનાર મુસાફરોને વધુ લેગરૂમ મળે છે, જેના કારણે લાંબી મુસાફરી વધુ આરામદાયક બને છે.

આ પણ ખાસ વાંચોઃ ગામડાના કાચા રસ્તાઓ માટે આ 5 બાઈક છે બેસ્ટ!

2) રાઇડ ક્વોલિટી અને ડ્રાઇવિંગ એક્સપિરિયન્સઃ

  • સેડાન કારનો વ્હીલબેઝ લાંબો હોવાથી તે રસ્તા પર વધુ સ્થિર રહે છે. તેમાં રોડનો અવાજ ઓછો આવે છે અને સસ્પેન્શન પણ સામાન્ય રીતે કમ્ફર્ટ માટે ટ્યુન કરવામાં આવે છે. તેથી હાઇવે પર અથવા અમદાવાદ–સુરત જેવી લાંબી મુસાફરીમાં સેડાન વધુ આરામદાયક એક્સપિરિયન્સ આપે છે.

  • હેચબેક કાર શહેરના ઉપયોગ માટે વધુ અનુકૂળ હોય છે. તેની રિયર વિઝિબિલિટી સારી હોય છે અને ટાઇટ જગ્યાએ પાર્કિંગ કરવું સરળ બને છે. હેચબેક કારને વ્યસ્ત શહેરોના ટ્રાફિક વચ્ચે હેન્ડલ કરવું વધુ સરળ લાગે છે. જોકે લાંબી ડ્રાઇવમાં તે સેડાન જેટલી આરામદાયક નથી.

3) માઇલેજ, કિંમત અને મેઇન્ટેનન્સઃ

  • હેચબેક કાર સામાન્ય રીતે હલકી હોય છે, તેથી તેની માઇલેજ વધુ મળે છે. ખાસ કરીને પેટ્રોલ અને CNG વેરિઅન્ટમાં હેચબેક વધુ કિફાયતી સાબિત થાય છે. 2026 માં ઘણી હેચબેક કાર 20 થી 25 કિમી પ્રતિ લિટર સુધીની માઇલેજ આપે છે. તેની શરૂઆતની કિંમત સામાન્ય રીતે લગભગ 6 લાખથી 12 લાખ રૂપિયા સુધી હોય છે. સાથે સાથે તેની રિસેલ વેલ્યુ પણ સારી રહે છે.

  • સેડાન કારમાં માઇલેજ થોડું ઓછું, અંદાજે 18 થી 22 કિમી પ્રતિ લિટર હોય છે અને તેની કિંમત સામાન્ય રીતે 8 લાખથી 18 લાખ રૂપિયા સુધી હોય છે. પરંતુ સેડાનમાં પ્રીમિયમ લુક, વધુ કમ્ફર્ટ અને ઘણીવાર વધુ સેફ્ટી ફીચર્સ મળે છે. મેઇન્ટેનન્સ ખર્ચ બંને કેટેગરીમાં લગભગ સમાન હોય છે.

4) 2026 માં સૌથી પોપ્યુલર રહેલી ગાડીઓ

  • હેચબેક ગાડીઓની વાત કરીએ તો, ખાસ કરીને 2026 માં Maruti Swift, Maruti Baleno, Hyundai i20, Tata Altroz અને Tata Tiago સૌથી વધુ લોકપ્રિય રહી છે. બીજી તરફ સેડાન ગાડીઓમાં Maruti Dzire, Hyundai Verna, Volkswagen Virtus, Honda City અને Skoda Slavia એ ઓટોમોબાઈલ માર્કેટમાં મજબૂત સ્થાન બનાવી રાખ્યું છે.

નોંધનીય છે કે, 2025–26 દરમિયાન નવી હેચબેક કારનું લોન્ચિંગ થોડું ઓછું જોવા મળ્યું છે, જ્યારે સેડાન સેગમેન્ટમાં ફેસલિફ્ટ અને અપડેટ્સ વધુ આવ્યા છે.

તો આખરે કઈ કાર પસંદ કરવી?

જો તમારો ઉપયોગ મુખ્યત્વે શહેરમાં છે, પાર્કિંગની સમસ્યા રહેતી હોય, બજેટ મર્યાદિત હોય અને વધુ માઇલેજ જોઈએ તો હેચબેક કાર ઉત્તમ ઓપ્શન છે. ખાસ કરીને લાઈફમાં પહેલીવાર ગાડી લેનારી ફેમિલી માટે હેચબેક કાર જ સૌથી બેસ્ટ હોય છે. આ અમે નથી કહી રહ્યાં પણ રસ્તા પર દેખાતી ગાડીની ભીડમાં સૌથી વધુ સંખ્યા હેચબેકની જોવા મળી છે. બીજી તરફ લાંબી મુસાફરી, ફેમિલી સાથે ટ્રાવેલિંગ, એક્સ્ટ્રા લગેજ સાથે બહાર નીકળવાના હોવ તો પછી સેડાન કાર પણ તમારા માટે સૌથી સારો ઓપ્શન બની શકે છે. છેલ્લે એક મહત્ત્વની વાત કે, કઈ ગાડી સૌથી સારી એ કોઈ એક માપદંડથી નક્કી ન થઈ શકે. તેના માટે તમારે એ નક્કી કરવાનું રહેશે કે તમારે કેટલાં બજેટમાં ગાડી લેવી છે. ખાસ કરીને ગાડી ખરીદવાનો તમારો આશય શું છે અને તમારો ઉપયોગ કેવા પ્રકારનો રહેશે તે મુદ્દો પણ મહત્ત્વનો છે. જોકે, કોઈપણ કાર પસંદ કરતા પહેલાં એકવાર તેની ટેસ્ટ ડ્રાઇવ જરૂર લેવી જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now