GST on Nissan Magnite: Nissan India એ તેની લોકપ્રિય કોમ્પેક્ટ SUV Magnite ને વધુ સસ્તી બનાવી છે. સરકારે પેસેન્જર વાહનો પરના GST દરમાં ઘટાડો કર્યો છે અને કંપનીએ આ લાભ સીધો ગ્રાહકોને આપવાનો નિર્ણય લીધો છે. જાણો Nissan Magnite ની કિંમતમાં કેટલો ઘટાડો થશે?
Magnite ની કિંમત કેટલી થશે?Nissan Magnite ની કિંમત 6.14 લાખ રૂપિયાથી શરૂ થઈને 11.92 લાખ રૂપિયા સુધીની છે. Nissan Magnite ની કિંમતમાં 61 હજારથી લઈને 1.19 લાખ રૂપિયા સુધીની બચત થશે. જેનાથી Nissan Magnite ની નવી કિંમત 5.53 લાખ થી શરૂ થઈને 10.73 લાખ રૂપિયા થશે.
ઇન્ટીરિયર અને ફીચર્સMagnite નું કેબિન એકદમ મોટું અને આરામદાયક છે, જેમાં પાંચ લોકો સરળતાથી બેસી શકે છે. 2500mm ના વ્હીલબેઝ છે. કારનું ડ્યુઅલ-ટોન (Black અને Orange) ઇન્ટીરિયર ભાગ તેને પ્રીમિયમ લુક આપે છે. તેમાં 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે Apple CarPlay અને Android Auto ને સપોર્ટ કરે છે. સીટો ચામડાની અપહોલ્સ્ટરીથી બનેલી છે, જેમાં હીટ ગાર્ડ ટેકનોલોજી છે, જેથી ગરમ હવામાનમાં પણ મુસાફરી આરામદાયક રહે. અને ક્રુઝ કંટ્રોલ, વાયરલેસ ચાર્જર, ઓટો-ડિમિંગ IRVM અને પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સ ડ્રાઇવિંગને સરળ બનાવે છે.
એન્જિન પાવર
Nissan Magnite માં બે એન્જિન ઓપ્શન છે. પહેલું 1.0-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે, જે 71bhp પાવર અને 96Nm ટોર્ક જનરેટ કરે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ સાથે આવે છે. બીજો વિકલ્પ 1.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 99bhp પાવર અને 152Nm ટોર્ક જનરેટ કરે છે. તે મેન્યુઅલ અને CVT ગિયરબોક્સ બંનેમાં ઉપલબ્ધ છે.