Home Automobile Hyundai Verna Launched With Luxurious Look And Powerful Engine Know Price And Features

લક્ઝુરિયસ લુક અને પાવરફુલ એન્જિન સાથે Hyundai Verna થઈ લોન્ચ! : હાઇ-ટેક ફીચર્સ સાથે માર્કેટમાં કરી એન્ટ્રી, જાણો કિંમત

લક્ઝુરિયસ લુક અને પાવરફુલ એન્જિન સાથે Hyundai Verna થઈ લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Mar 09, 2026, 08:53 AM IST

Hyundai Verna 2026 : હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ ભારતીય બજારમાં તેની લોકપ્રિય સેડાન વર્નાનું નવું 2026 મોડલ લોન્ચ કર્યું છે. ₹10.98 લાખની શરૂઆતી કિંમત સાથે આવતી આ કારમાં કંપનીએ 25 થી વધુ નવા અપડેટ્સ આપ્યા છે. મધ્યમ કદના સેડાન સેગમેન્ટમાં પોતાની પકડ મજબૂત કરવા માટે હ્યુન્ડાઇએ આ વખતે ડિઝાઇન, સુરક્ષા અને ટેકનોલોજી પર વિશેષ ધ્યાન આપ્યું છે.

આધુનિક ડિઝાઇન

નવી વર્નાની ડિઝાઇનમાં ઘણા આકર્ષક ફેરફાર જોવા મળે છે. તેમાં બ્લેક ક્રોમ રેડિએટર ગ્રિલ અને ડ્યુઅલ LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે, જે તેને બોલ્ડ લુક આપે છે. આ ઉપરાંત, ફરીથી ડિઝાઇન કરાયેલા બમ્પર્સ અને 16-ઇંચના ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ તેના લુકમાં વધારો કરે છે. 4,565 mm લંબાઈ અને 1,765 mm પહોળાઈ સાથે આ કાર તેના સેગમેન્ટની સૌથી પહોળી કારમાંની એક છે, જેના કારણે કેબિનમાં પૂરતી જગ્યા મળે છે.

પ્રીમિયમ ઇન્ટિરિયર

કારની અંદર જતા જ તમને લક્ઝરીનો અહેસાસ થશે. તેમાં 'D-cut' સ્ટીયરિંગ વ્હીલ અને પ્રીમિયમ લેધર સીટ્સ આપવામાં આવી છે. ડ્રાઇવર માટે 8-વે ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ સીટ અને પેસેન્જર માટે 4-વે એડજસ્ટેબલ સીટની સુવિધા છે. આ સેગમેન્ટમાં પહેલીવાર પાછળની બારીઓ માટે સનશેડ અને 'સ્માર્ટ ટ્રંક' (528 લિટર સ્ટોરેજ) જેવી સુવિધાઓ રજૂ કરવામાં આવી છે.

હાઇ-ટેક ટેકનોલોજી

ટેકનોલોજીના શોખીનો માટે આ કારમાં 10.25-ઇંચની ડ્યુઅલ સ્ક્રીન સેટઅપ છે, જે ઇન્ફોટેનમેન્ટ અને ડિજિટલ ક્લસ્ટર તરીકે કામ કરે છે. તેમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે, અને 70 થી વધુ બ્લુલિંક કનેક્ટેડ ફીચર્સ મળે છે. સાથે જ, મ્યુઝિક પ્રેમીઓ માટે 8 સ્પીકરવાળી બોસ (Bose) સાઉન્ડ સિસ્ટમ આપવામાં આવી છે.

બેજોડ સુરક્ષા

સુરક્ષાની દ્રષ્ટિએ વર્ના હવે ઘણી એડવાન્સ બની ગઈ છે. તેમાં Level 2 ADAS (એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ) મળે છે, જેમાં 20 જેટલા સેફ્ટી ફીચર્સ છે. આ સિવાય, તેમાં 7 એરબેગ્સ (સેન્ટર એરબેગ સહિત), ઇન્ટિગ્રેટેડ ડેશકેમ અને સરાઉન્ડ વ્યૂ મોનિટર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. કુલ મળીને તેમાં 75 થી વધુ સેફટી ફીચર્સ ઉપલબ્ધ છે.

દમદાર પાવરટ્રેન

એન્જિનની વાત કરીએ તો ખરીદદારો પાસે બે ઓપ્શન છે:

1.5 લિટર MPi પેટ્રોલ : જે 6-સ્પીડ મેન્યુઅલ અથવા IVT ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે.

1.5 લિટર ટર્બો GDi પેટ્રોલ : જે 160hp પાવર અને 253Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન તેના સેગમેન્ટમાં સૌથી પાવરફૂલ માનવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now