Home Automobile Do You Want To Buy A Car In Your First Job Know About These Five Cars That Will Fit Into Your Budget

શું તમે તમારી પહેલી નોકરીમાં જ કાર ખરીદવા ઈચ્છો છો? : આ બજેટ ફ્રેન્ડલી ગાડીઓ તમારા માટે છે બેસ્ટ!

શું તમે તમારી પહેલી નોકરીમાં જ કાર ખરીદવા ઈચ્છો છો?
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 04:30 AM IST

Best Cars : નવી નોકરી શરૂ કરવી એ દરેક યુવાન માટે ઉત્સાહનો વિષય હોય છે. પગાર આવતાની સાથે જ ઘણા લોકોનું સપનું પોતાની એક કાર ખરીદવાનું હોય છે. જો તમે પણ તમારી પહેલી નોકરીમાં એક સસ્તી અને સારી કાર ખરીદવાનું વિચારીને કઈ કાર ખરીદવી તેની શોધમાં છો, તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ છે. ભારતમાં કારની કિંમતોમાં થયેલા ફેરફારને કારણે હવે મધ્યમ વર્ગ માટે કાર ખરીદવી વધુ સરળ બની છે. જાણો એવી 5 કાર વિશે જે તમારા બજેટમાં ફિટ આવશે.

મારુતિ એસ-પ્રેસો (Maruti S-Presso) : સૌથી સસ્તી અને શ્રેષ્ઠ

જો તમારું બજેટ ઓછું છે, તો મારુતિ એસ-પ્રેસો તમારા માટે નંબર વન પસંદગી હોઈ શકે છે. GST દરોમાં ફેરફાર બાદ આ કાર હવે ભારતની સૌથી સસ્તી કાર બની ગઈ છે. અગાઉ આ કારના STD (O) વેરિઅન્ટની કિંમત ₹4.26 લાખ હતી, જે હવે ઘટીને માત્ર ₹3.49 લાખ થઈ ગઈ છે. આમાં ગ્રાહકોને સીધો ₹76,600 નો ફાયદો મળી રહ્યો છે.

મારુતિ અલ્ટો K10 (Maruti Alto K10) : મધ્યમ વર્ગની શાન

વર્ષોથી લોકોનો વિશ્વાસ જીતનાર અલ્ટો K10 હજુ પણ બજેટ સેગમેન્ટમાં લોકપ્રિય છે. આ કારના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. અલ્ટો K10 ના STD (O) વેરિઅન્ટની કિંમત ₹4.23 લાખથી ઘટીને હવે ₹3.69 લાખ થઈ ગઈ છે. એટલે કે, તમે સીધી ₹53,100 ની બચત કરી શકો છો. તેની ઓછી મેન્ટેનન્સ કોસ્ટ તેને વધુ આકર્ષક બનાવે છે.

રેનો ક્વિડ (Renault Kwid) : સ્ટાઇલિશ લુક અને ફીચર્સ

જો તમને નાની કારમાં પણ SUV જેવો લુક ગમતો હોય, તો રેનો ક્વિડ એક સરસ ઓપ્શન છે. ક્વિડનું 1.0 RXE વેરિઅન્ટ પહેલા ₹4.69 લાખમાં મળતું હતું, જેની નવી કિંમત હવે ₹4.29 લાખ છે. ₹40,000 ના ઘટાડા સાથે આ કાર બજેટ અને સ્ટાઇલનું પરફેક્ટ કોમ્બિનેશન પૂરું પાડે છે.

ટાટા ટિયાગો (Tata Tiago) : મજબૂત સ્ટ્રક્ચર અને સુરક્ષા

જે લોકો મજબૂત બિલ્ડ ક્વોલિટી અને સેફ્ટીને પ્રાધાન્ય આપે છે, તેમના માટે ટાટા ટિયાગો બેસ્ટ છે. ટિયાગોના XE વેરિઅન્ટની કિંમત ₹4.99 લાખથી ઘટીને હવે ₹4.57 લાખ થઈ ગઈ છે. ₹42,500 ના ફાયદા સાથે આ કાર આ પ્રાઇસ રેન્જમાં સૌથી વધુ સુરક્ષિત અને 'વેલ્યુ ફોર મની' ગાડી માનવામાં આવે છે.

મારુતિ સેલેરિયો (Maruti Celerio) : વધુ બચત, વધુ સુવિધા

મારુતિ સેલેરિયો તેના માઇલેજ અને કમ્ફર્ટ માટે જાણીતી છે. તેના LXI વેરિઅન્ટ પર અત્યારે સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ કારની કિંમત હવે ઘટીને ₹4.69 લાખ થઈ ગઈ છે, જેનાથી ગ્રાહકોને અંદાજે ₹94,100 ની માતબર બચત થાય છે. ઓફિસ જવા-આવવા માટે આ એક આદર્શ ફેમિલી કાર સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now