Home Automobile Royal Enfield Classic 35 Is Best For Going To The Office Know About The Price And Emi

ઓફિસ જવા માટે બેસ્ટ છે Royal Enfield Classic 350! : માત્ર ₹5,100 ના હપ્તા પર મળી શકે છે, ક્લાસિક 350, જાણો બાઇકની કિંમત અને લોન વિષેની માહિતી

ઓફિસ જવા માટે બેસ્ટ છે Royal Enfield Classic 350!
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 08:30 AM IST

Royal Enfield Classic 350 : ભારતીય રસ્તાઓ પર રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 એક અલગ જ શાન ધરાવે છે. ખાસ કરીને ઓફિસ જનારા યુવાનો અને મધ્યમ વયના લોકોમાં આ બાઇકન જબરદસ્ત ક્રેઝ છે. જો તમે પણ આ બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો પણ બજેટની ચિંતા છે, તો હવે ટેન્શન લેવાની જરૂર નથી. તમે પૂરા પૈસા આપવાને બદલે આસાન EMI પર પણ આ દમદાર બાઇક ઘરે લાવી શકો છો.

માર્કેટમાં ક્લાસિક 350નો દબદબો

350cc સેગમેન્ટમાં રોયલ એનફિલ્ડની ક્લાસિક 350 સૌથી વધુ વેચાતી બાઈક છે. ઓફિસ જવા માટે કે લાંબી મુસાફરી માટે તે એક આદર્શ વિકલ્પ માનવામાં આવે છે. તેના રેટ્રો લૂક્સ અને શાનદાર પરફોર્મન્સને કારણે તે દરેક ઉંમરના લોકોની પહેલી પસંદ છે.

કિંમત અને વેરિઅન્ટની વિગત

ભારતીય બજારમાં ક્લાસિક 350 કુલ પાંચ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેનું સૌથી સસ્તું 'Redditch' વેરિઅન્ટ છે, જેની અમદાવાદમાં ઓન-રોડ કિંમત અંદાજે ₹2,21,061 છે. અલગ-અલગ રાજ્યોમાં ટેક્સ મુજબ કિંમતમાં થોડો ફેરફાર હોઈ શકે છે. આ બાઇક ખરીદવા માટે તમે ₹2.11 લાખ સુધીની લોન સરળતાથી મેળવી શકો છો.

ડાઉન પેમેન્ટ અને લોનની સુવિધા

જો તમે આ બાઇક ફાઇનાન્સ પર લેવા ઈચ્છો છો, તો તમારે માત્ર ₹10,000 જેટલું સામાન્ય ડાઉન પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ બેંકો સામાન્ય રીતે 9% ના વાર્ષિક વ્યાજ દરે લોન આપે છે. ડાઉન પેમેન્ટની રકમ વધારીને તમે તમારા હપ્તાની રકમ હજુ પણ ઘટાડી શકો છો.

EMI પ્લાન : ₹5000 માં કેવી રીતે મળશે?

તમે તમારી અનુકૂળતા મુજબ EMI નો સમયગાળો પસંદ કરી શકો છો:

2 વર્ષ માટે : માસિક હપ્તો આશરે ₹10,377 થશે.

3 વર્ષ માટે : માસિક હપ્તો આશરે ₹7,446 થશે.

4 વર્ષ માટે : માસિક હપ્તો આશરે ₹5,980 થશે.

5 વર્ષ માટે : જો તમે 5 વર્ષનો પ્લાન લો છો, તો તમારે દર મહિને માત્ર ₹5,101 ચૂકવવા પડશે. આમ, ₹5,101 ના હપ્તામાં તમે આ બાઇકના માલિક બની શકો છો.

બાઇકના શાનદાર ફીચર્સ

નવી ક્લાસિક 350 માત્ર લૂકમાં જ નહીં, ફીચર્સમાં પણ સ્માર્ટ છે. તેમાં 349cc નું પાવરફુલ એન્જિન, EFI ટેકનોલોજી, LED લાઇટ્સ અને સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળે છે. સુરક્ષા માટે ડ્યુઅલ ચેનલ ABS અને ડબલ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. સાથે જ મોબાઈલ ચાર્જ કરવા માટે USB-C પોર્ટ અને નેવિગેશન માટે ટ્રિપર સિસ્ટમ (ટોપ મોડેલમાં) પણ ઉપલબ્ધ છે.

(નોંધ: લોન લેતા પહેલા બેંકના વ્યાજ દર અને શરતોની તપાસ ચોક્કસથી કરી લેવી, કારણ કે તે બેંક અને તમારા ક્રેડિટ સ્કોર પર આધારિત હોય છે.)

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now