Home Automobile Byd Blade Battery Fast Charging Record New Technology Ev Range

5 મિનિટમાં EV ફુલ ચાર્જ! : BYDની નવી Blade Battery એ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો શું છે આ ટેકનોલોજી

5 મિનિટમાં EV ફુલ ચાર્જ!
Published by: OBS Bureau
Last Updated: Mar 08, 2026, 06:00 PM IST

વિશ્વભરમાં ઈલેક્ટ્રિક વાહનો (EV) નો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે ચીનની દિગ્ગજ કંપની BYD એ ઓટોમોબાઈલ સેક્ટરમાં ક્રાંતિ લાવી દીધી છે. કંપનીએ પોતાની સેકન્ડ જનરેશન Blade Battery અને અત્યાધુનિક Flash Charging Technology

રજૂ કરી છે. આ નવી ટેકનોલોજીની મદદથી ઈલેક્ટ્રિક કાર હવે મોબાઈલ ફોન કરતા પણ વધુ ઝડપથી ચાર્જ થઈ શકશે. કંપનીનો દાવો છે કે આ નવી બેટરી માત્ર 5 મિનિટના ચાર્જિંગમાં 10% થી 70% સુધી ચાર્જ થઈ જાય છે, જે એક નવો વૈશ્વિક રેકોર્ડ છે.

ચાર્જિંગના મામલે Tesla ને પણ પાછળ છોડી

BYDની આ સિદ્ધિએ વૈશ્વિક સ્તરે ટેસ્લા જેવી મોટી કંપનીઓને પણ વિચારતી કરી દીધી છે. સામાન્ય રીતે પેટ્રોલ કે ડીઝલ પુરાવવામાં જેટલો સમય લાગે છે, તેટલા જ સમયમાં હવે BYD ની ઈલેક્ટ્રિક કાર 70% સુધી ચાર્જ થઈ શકશે. જો ગ્રાહક માત્ર 9 મિનિટ સુધી કારને ચાર્જિંગમાં રાખે છે, તો બેટરી 97% સુધી ફુલ થઈ જશે. આ ટેકનોલોજીથી લાંબી મુસાફરી દરમિયાન ચાર્જિંગ માટે કલાકો સુધી રાહ જોવાની સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે.

કડાકેની ઠંડીમાં પણ સુપરફાસ્ટ પર્ફોર્મન્સ

કંપનીના ચેરમેન Wang Chuanfu ના જણાવ્યા અનુસાર, નવી Blade Battery ઠંડા હવામાનમાં પણ શાનદાર પ્રદર્શન કરે છે. અતિશય ઠંડી એટલે કે -30°C જેવા તાપમાનમાં પણ આ બેટરી માત્ર 12 મિનિટમાં 10% થી 97% સુધી ચાર્જ થવાની ક્ષમતા ધરાવે છે. સામાન્ય રીતે ઠંડીમાં બેટરી ચાર્જિંગની સ્પીડ ઘટી જતી હોય છે, પરંતુ BYD ની આ ટેકનોલોજીએ આ મુશ્કેલીનો સચોટ ઉકેલ શોધ્યો છે.

એકવાર ચાર્જ કરવા પર 1000 કિમીથી વધુની રેન્જ

નવી બેટરીની એનર્જી ડેન્સિટી (Energy Density) પ્રથમ જનરેશન કરતા 5% વધુ છે, જેના કારણે કારની રેન્જમાં પણ ધરખમ વધારો થયો છે. ઉદાહરણ તરીકે, BYD નું નવું મોડલ DENZA Z9GT આ બેટરી સાથે એકવાર ફુલ ચાર્જ કરવા પર 1036 કિમી સુધીની રેન્જ આપી શકે છે. આ સાથે જ કંપનીએ 1500 kW આઉટપુટ ધરાવતું દુનિયાનું સૌથી શક્તિશાળી ફ્લેશ ચાર્જર પણ લોન્ચ કર્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now