Maruti Alto K10 Price Drop After GST Rrforms: દેશમાં આ સમયે સૌથી મોટો ચર્ચાનો વિષય GST ઘટાડો છે. કેન્દ્ર સરકારે 3 સપ્ટેમ્બર 2025 ની રાત્રે નવા GST સ્લેબને મંજૂરી આપી દીધી છે. આમાં, કાર પરનો ટેક્સ 28% થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. નવો નિયમ 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આની સીધી અસર સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પડશે, કારણ કે હવે કાર પહેલા કરતા સસ્તી થશે. આ કારણોસર, મારુતિ સુઝુકીની cars ની કિંમતમાં કેટલો ઘટાડો થશે જાણો તેની સંપૂર્ણ માહિતી.
નવો ટેક્સ નિયમ શું છે?
હાલના GST સુધારામાં, નાની પેટ્રોલ, LPG અને CNG કાર (1200cc સુધી અને 4000mm લંબાઈ સુધી) અને નાની ડીઝલ કાર (1500cc સુધી અને 4000mm લંબાઈ સુધી) પર GST 28% થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. બીજી તરફ, મોટા વાહનો પરનો ટેક્સ 40% રહેશે, પરંતુ હવે સેસ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે.
ટેક્સમાં ઘટાડા પછી મારુતિ કારના બેઝ મોડલની અંદાજિત કિંમત (એક્સ-શોરૂમ)
કાર | કિંમત 28% GST સાથે (લાખમાં) | GST ના ફેરફાર પછીની અંદાજિત કિંમત (લાખમાં) | આટલો ઘટાડો થશે |
Maruti Suzuki Alto K10 | 4.23 | 3.80 | 42,300 |
Maruti Suzuki WagonR | 5.78 | 5.20 | 57,800 |
Maruti Suzuki Swift | 6.49 | 5.84 | 64,900 |
Maruti Suzuki Dzire | 6.84 | 6.15 | 68,400 |
Maruti Suzuki Baleno | 6.74 | 6.06 | 67,400 |
Maruti Suzuki Fronx | 7.58 | 6.82 | 75,800 |
Maruti Suzuki Brezza | 8.69 | 7.82 | 86,900 |
Maruti Suzuki Eeco | 5.69 | 5.12 | 56,900 |
Maruti Suzuki Ertiga | 9.11 | 8.19 | 91,100 |
Maruti Suzuki Celerio | 5.64 | 5.07 | 56,400 |
Maruti Suzuki XL6 | 11.93 | 10.73 | 1,19,300 |
Maruti Suzuki Jimny | 12.75 | 11.47 | 1,27,500 |
Maruti Suzuki Ignis | 5.85 | 5.26 | 58,500 |
Maruti Suzuki Invicto | 25.51 | 22.95 | 2,55,000 |
Maruti Suzuki S-Presso | 4.26 | 3.83 | 42,600 |