GST on Hyundai Creta: ભારત સરકારે GST માળખામાં મોટો ફેરફાર કરીને ઓટો સેક્ટરને રાહત આપી છે. હવે નાની કાર અને મધ્યમ કદના વાહનો પરનો ટેક્સ દર ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે, જ્યારે મોટી SUV પર 40 ટકા ટેક્સ લાગશે. ખાસ વાત એ છે કે અગાઉ લગાવવામાં આવેલ સેસ પણ દૂર કરવામાં આવ્યો છે. નાની કારના ભાવમાં ઘટાડાની સાથે મોટી કારના ભાવમાં પણ ફેરફાર જોવા મળશે.
શું Hyundai Creta કેટલી સસ્તી થશે?
Hyundai Creta વિશે વાત કરીએ તો, તે 1500cc થી વધુ એન્જિન ધરાવતી મધ્યમ કદની SUV છે. આ કાર પહેલા લગભગ 50% (28% GST + 22% સેસ) ના કુલ ટેક્સ દરે મળતી હતી, પરંતુ હવે નવા GST દર હેઠળ, તે 40% GST હેઠળ આવશે, જેનાથી કુલ ટેક્સ લગભગ 10 ટકા ઘટશે. વાસ્તવમાં, 1500CC થી વધુ એન્જિન ક્ષમતા ધરાવતી કાર પરનો GST દર 28% થી વધારીને 40% કરવામાં આવ્યો છે, પરંતુ સેસ સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે.ઉદાહરણ તરીકે, જો Hyundai Creta પેટ્રોલની હાલની એક્સ-શોરૂમ કિંમત 11.10 લાખ રૂપિયાથી 20.92 લાખ રૂપિયાની વચ્ચે હોય, તો નવા GST દર પછી, તેની કિંમત 10.36 લાખ રૂપિયાથી 19.37 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતની વચ્ચે રહેશે. આ રીતે, એવું કહી શકાય કે હ્યુન્ડાઇ ક્રેટાની કિંમતમાં 75,000 રૂપિયાથી 1,40,000 રૂપિયા સુધી ઘટી શકે છે.
Hyundai Creta નું એન્જિનHyundai Creta બજારમાં ત્રણ 1.5-લિટર એન્જિન વેરિઅન્ટ સાથે ઉપલબ્ધ છે. આ કારમાં નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન, ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિનના ઓપ્શન મળી રહે છે. ક્રેટામાં 6-સ્પીડ મેન્યુઅલ, ઇન્ટેલિજન્ટ વેરિયેબલ ટ્રાન્સમિશન (IVT), 7-સ્પીડ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન (DCT) અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન પણ સામેલ છે.
Hyundai Creta ના ફીચર્સ
હ્યુન્ડાઇ ક્રેટામાં ADAS લેવલ-2, 360 ડિગ્રી કેમેરા, પાવર્ડ ડ્રાઇવર સીટ, વેન્ટિલેટેડ સીટ અને ઘણા બધા ફીચર્સ છે. જ્યારે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમને વધુ કનેક્ટેડ કાર ટેકનોલોજી સાથે અપડેટ કરવામાં આવી છે. કુલ મળીને, હ્યુન્ડાઇ ક્રેટામાં 70 થી વધુ સેફટી ફીચર મળી રહે છે.