વિયેતનામી ઓટોમોબાઇલ કંપની Vinfastએ ભારતીય બજારમાં એન્ટ્રી કરી છે. કંપનીએ પોતાની પહેલી બે ઇલેક્ટ્રિક SUV – VF6 અને VF7 – ભારતમાં લોન્ચ કરી છે. VF6 ની એક્સ-શોરૂમ કિંમત ₹16.3 લાખ રાખવામાં આવી છે, જ્યારે VF7 ની કિંમત ₹20.8 લાખથી શરૂ થાય છે. બંને મોડેલ ભારતીય પ્રીમિયમ EV માર્કેટમાં XUV400 EV અને Harrier EV જેવી કારોને ટક્કર આપશે.
VF6 અને VF7 નું એસેમ્બલી કામ તમિલનાડુના થુથુકુડી પ્લાન્ટમાં કરવામાં આવી રહ્યું છે. આ બંને SUVને સૌપ્રથમ ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં રજૂ કરવામાં આવી હતી. હવે તે ભારતીય ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.
ડિઝાઇન અને ફીચર્સ
VF6 (કોમ્પેક્ટ SUV) :
18-ઇંચ ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ
પાછળ લાઇટ બાર, આગળના LED DRL જેવી ડિઝાઇન
12.9-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
ગૂગલ એપ્સ, વોઇસ આસિસ્ટન્ટ, પેનોરેમિક ગ્લાસ રૂફ
VF7 (પ્રીમિયમ SUV) :
મોટી ટચસ્ક્રીન ડિસ્પ્લે
વેગન લેધર અપહોલ્સ્ટરી
હેડ-અપ ડિસ્પ્લે
પ્રીમિયમ સોફ્ટ-ટચ ઇન્ટિરિયર
બેટરી અને રેન્જ
VF6 : 59.6 kWh બેટરી પેક, ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ મોટર, 468 કિમી રેન્જ, 190mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ.
VF7 : 59.6 kWh અને 70.8 kWh બે બેટરી વિકલ્પો, રેન્જ 438 થી 532 કિમી.
ડીલરશીપ નેટવર્ક અને ચાર્જિંગ સુવિધા
Vinfast હાલમાં ભારતમાં 3 ડીલર જૂથો અને 32 ડીલરશીપ સાથે કાર્યરત છે. ટૂંક સમયમાં આ સંખ્યા 35 સુધી વધારાશે.
કંપનીએ EV ફ્રેન્ડલી શહેરોને પ્રાથમિકતા આપી છે. ખાસ વાત એ છે કે Vinfast પોતાના તમામ ગ્રાહકોને 2028 સુધી મફત EV ચાર્જિંગ સુવિધા આપશે.