ભારતમાં ટેસ્લાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર મોડેલ Y જુલાઈમાં લોન્ચ થયા બાદથી સતત ચર્ચામાં છે. કંપનીએ પહેલું શોરૂમ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં ખોલ્યું હતું, ત્યારબાદ બીજું શોરૂમ દિલ્હીમાં શરૂ કર્યું. હવે ટેસ્લાએ ભારતમાં મોડેલ Yની ડિલિવરી પણ શરૂ કરી છે.
પહેલા ગ્રાહક બન્યા પ્રતાપ સરનાઈક
કંપનીએ પોતાની પહેલી મોડેલ Y કાર મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકને ડિલિવર કરી છે. તેમણે આ કાર જુલાઈમાં બુક કરી હતી અને મુંબઈના આઉટલેટમાંથી ડિલિવરી લીધી.
આ પ્રસંગે શિવસેના નેતા સરનાઈકે જણાવ્યું કે આ ખરીદી ફક્ત વ્યક્તિગત નથી, પરંતુ મહારાષ્ટ્રના ગ્રીન ગોલ્સનું પ્રતીક છે. તેમણે કહ્યું કે તેઓ આ કાર પોતાના પૌત્રને ભેટમાં આપશે, જેથી બાળપણથી જ તે ટકાઉ પરિવહન (Sustainable Mobility) નો સંદેશ સમજી શકે.
ટેસ્લા મોડેલ Y ના વેરિઅન્ટ અને રેન્જ
ભારતમાં મોડેલ Y બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે:
રીઅર-વ્હીલ ડ્રાઇવ (RWD) : 60kWh બેટરી, એક ચાર્જ પર ~500 કિમી રેન્જ.
લોંગ રેન્જ રીઅર-વ્હીલ ડ્રાઇવ (LR RWD) : મોટી બેટરી સાથે, એક ચાર્જ પર ~622 કિમી રેન્જ.
બંને વેરિઅન્ટ 201 kmph સુધીની ટોચની ગતિ મેળવી શકે છે.
કિંમત
મોડેલ Y RWD : ₹59.89 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી)
મોડેલ Y LR RWD : ₹67.89 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી)
સ્ટાન્ડર્ડ કલર સ્ટીલ્થ ગ્રે છે, જ્યારે પર્લ વ્હાઇટ, ડાયમંડ બ્લેક, ગ્લેશિયર બ્લુ, ક્વિકસિલ્વર અને અલ્ટ્રા રેડ રંગો વધારાના ખર્ચે ઉપલબ્ધ છે.
ટેસ્લાની ડિલિવરી શરૂ થવાથી ભારતીય ઓટો માર્કેટમાં ઈલેક્ટ્રિક વાહનોની સ્પર્ધા વધુ કઠિન બનશે. હવે બધા ની નજર એ પર છે કે કંપની આગામી સમયમાં મોડેલ 3 અને અન્ય ઇવી મોડેલ્સ પણ ભારતમાં લાવે છે કે નહીં.