કાર ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. GST દર 28% થી 18% ઘટાડાયા બાદ Toyota Kirloskar Motorએ તેમના ગ્રાહકોને સંપૂર્ણ લાભ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ અલગ-અલગ મોડેલ્સ પર લાખો રૂપિયાના ભાવ ઘટાડાની જાહેરાત કરી છે.
કઈ Toyota કાર પર કેટલો ફાયદો?
Toyota Glanza – ₹85,300 સુધીનો લાભ, એક્સ-શોરૂમ કિંમત ₹6.99 લાખ – ₹10 લાખ.
Toyota Urban Cruiser Taisor – ₹1.11 લાખ સુધી સસ્તી, એક્સ-શોરૂમ કિંમત ₹7.88 લાખ – ₹13.19 લાખ.
Toyota Rumion – ₹48,700 સુધી ઘટાડો, એક્સ-શોરૂમ કિંમત ₹10.81 લાખ – ₹14.11 લાખ.
Toyota Urban Cruiser Hyryder – ₹65,400 સુધી સસ્તી, એક્સ-શોરૂમ કિંમત ₹11.34 લાખ – ₹20.19 લાખ.
Toyota Innova Crysta – ₹1.80 લાખનો લાભ, એક્સ-શોરૂમ કિંમત ₹19.99 લાખ – ₹27.08 લાખ.
Toyota Innova Hycross – ₹1.15 લાખ સુધી સસ્તી, એક્સ-શોરૂમ કિંમત ₹19.20 લાખ – ₹32.58 લાખ.
Toyota Camry – ₹1.01 લાખ સુધી ઘટાડો, એક્સ-શોરૂમ કિંમત ₹48.50 લાખ.
Toyota Fortuner – ₹3.49 લાખ સુધી સસ્તી, એક્સ-શોરૂમ કિંમત ₹36.05 લાખ – ₹52.34 લાખ.
Toyota Fortuner Legender – ₹3.34 લાખ સુધી સસ્તી, એક્સ-શોરૂમ કિંમત ₹44.51 લાખ – ₹50.09 લાખ.
Toyota Hilux – ₹2.52 લાખ સુધી સસ્તી, એક્સ-શોરૂમ કિંમત ₹30.40 લાખ – ₹37.90 લાખ.
Toyota Vellfire – ₹2.78 લાખ સુધી ઘટાડો, એક્સ-શોરૂમ કિંમત ₹1.22 કરોડ – ₹1.32 કરોડ.
ગ્રાહકોને સીધો ફાયદો
Toyotaએ જણાવ્યું છે કે GST ઘટાડા પછીના નવા ભાવો 22 સપ્ટેમ્બરથી લાગુ થશે. એટલે કે, ગ્રાહકોને હવે તમામ લોકપ્રિય મોડેલો પર સીધી બચત મળશે.