વિશ્વ EV દિવસ (9 સપ્ટેમ્બર) નિમિત્તે દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યેનો રસ સતત વધી રહ્યો છે. ગ્રાહકો હવે પેટ્રોલથી ચાલતા ટુ-વ્હીલર છોડીને બેટરીથી ચાલતા સ્કૂટર અને મોટરસાઇકલ તરફ વળી રહ્યા છે. ઓછી રનિંગ કૉસ્ટ અને પેટ્રોલના ખર્ચમાંથી મુક્તિ મળતા હજારો લોકો દર મહિને નવા EV ટુ-વ્હીલર ખરીદી રહ્યા છે.
ટોપના 5 ઇલેક્ટ્રિક સ્કૂટર
Ola S1 Pro Sport – કિંમત ₹1.50–1.65 લાખ, રેન્જ 242 કિમી, ટોપ સ્પીડ 128 kmph
TVS iQube ST – કિંમત ₹1.59 લાખ, રેન્જ 212 કિમી, ટોપ સ્પીડ 82 kmph
River Indie – કિંમત ₹1.43 લાખ, રેન્જ 161 કિમી, ટોપ સ્પીડ 90 kmph
Simple One – કિંમત ₹1.67 લાખ, રેન્જ 248 કિમી, ટોપ સ્પીડ 105 kmph
Ather 450X – કિંમત ₹1.50–1.80 લાખ, રેન્જ 161 કિમી, ટોપ સ્પીડ 90 kmph
ટોપની 5 ઇલેક્ટ્રિક મોટરસાઇકલ
Ultraviolette F77 – કિંમત ₹2.99–3.99 લાખ, રેન્જ 323 કિમી, ટોપ સ્પીડ 155 kmph
Oben Rorr – કિંમત ₹1.49 લાખ, રેન્જ 187 કિમી, ટોપ સ્પીડ 100 kmph
Ola Roadster Pro – કિંમત ₹2.50 લાખ, રેન્જ 579 કિમી, ટોપ સ્પીડ 194 kmph
Revolt RV400 – કિંમત ₹1.29–1.60 લાખ, રેન્જ 150 કિમી, ટોપ સ્પીડ 85 kmph
Matter Aera – કિંમત ₹1.83–1.94 લાખ, રેન્જ 172 કિમી, ટોપ સ્પીડ 105 kmph
નિષ્ણાતોની માન્યતા અનુસાર, આવનારા વર્ષોમાં EV ટુ-વ્હીલર બજાર વધુ ઝડપથી વિકસશે, કારણ કે સરકાર પણ ગ્રીન ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહિત કરી રહી છે. ઈલેક્ટ્રિક વાહનો હવે માત્ર ભવિષ્ય નથી, પરંતુ વર્તમાનનો હકીકત બની રહ્યા છે.