GST on Honda Activa and TVS Jupiter: કેન્દ્ર સરકારે હાલમાં વાહનો પર GST માં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. પહેલા ટુ-વ્હીલર પર 28% GST લાગતો હતો, જે હવે ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. નવો ટેક્સ સ્લેબ 22 સપ્ટેમ્બરથી લાગુ થશે. આનો સીધો ફાયદો તે ગ્રાહકોને થશે જે સ્કૂટર અને મોટરસાયકલ ખરીદવાનું વિચારી રહ્યા છે. જાણો કે, આ કારણે Honda Activa અને TVS Jupiter જેવા લોકપ્રિય સ્કૂટર કેટલા સસ્તા થશે.
ટુ-વ્હીલર્સને સૌથી વધુ ફાયદો કેમ થશે?
ભારતમાં વેચાતા મોટાભાગના ટુ-વ્હીલર 350cc કરતા ઓછી ક્ષમતાના એન્જિન સાથે આવે છે. સરકારે આ સેગમેન્ટને ધ્યાનમાં રાખીને GST દર ઘટાડ્યો છે. આનો અર્થ એ થયો કે, Honda Activa અને TVS Jupiter જેવા સ્કૂટર, જે દેશમાં સૌથી વધુ વેચાતા ટુ-વ્હીલર છે, હવે પહેલા કરતા ઘણા સસ્તા થશે.
Honda Activa અને TVS Jupiter ની નવી કિંમતોHonda Activa ની અમદાવાદમાં હાલની એક્સ શોરૂમ કિંમત 83,531 રૂપિયા (28% GST સહિત) છે. નવા GST સ્લેબ લાગુ થયા પછી, આ સ્કૂટર લગભગ 75,177 રૂપિયામાં ઉપલબ્ધ થશે. એટલે કે, ગ્રાહકોને લગભગ 8,000 રૂપિયાનો ફાયદો થશે.
TVS Jupiter 110 ની હાલની એક્સ શોરૂમ કિંમત 81,000 રૂપિયાની આસપાસ છે, જે 22 સપ્ટેમ્બર 2025 પછી ઘટીને 72,000 રૂપિયાની આસપાસ થઈ જશે. એટલે કે, આ સ્કૂટર પણ લગભગ 7000 રૂપિયાથી વધુની બચત થશે. Suzuki Access 125 ની કિંમત પણ ઓછી થઈ જશે. પહેલા તેની એક્સ શોરૂમ કિંમત 86,279 રૂપિયા હતી, જે હવે નવા ટેક્સ પછી 77,651 રૂપિયા થઈ જશે.
મોટરસાઇકલ પર પણ અસર
હવે ફક્ત સ્કૂટર જ નહીં, પરંતુ મોટરસાઇકલ પણ સસ્તી થશે. ગ્રાહકોને દેશની સૌથી વધુ વેચાતી બાઇક Hero Splendor નો પણ લાભ મળશે. તેની હાલની કિંમત 80,662 રૂપિયા છે, જે GST ઘટાડા પછી 72,595 રૂપિયાની આસપાસ થઈ જશે. એટલે કે, સ્પ્લેન્ડરની કિંમતમાં લગભગ 8,000 રૂપિયાથી વધુની બચત થશે.
તહેવારોની સિઝનમાં વેચાણ વધવાની અપેક્ષા
GST ઘટાડવાનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે દેશ તહેવારોની સિઝનની તૈયારી કરી રહ્યો છે. લોકો ધનતેરસ અને દિવાળી પર નવા વાહનો ખરીદવાને શુભ માને છે. આવી સ્થિતિમાં, સ્કૂટર અને મોટરસાઇકલના ભાવમાં ઘટાડાને કારણે, વેચાણમાં ભારે વધારો થવાની ધારણા છે. આ કંપનીઓ અને ગ્રાહકો બંને માટે એક મોટી ભેટ સાબિત થઈ શકે છે.