સરકારના GST સુધારાનો સીધો લાભ હવે ગ્રાહકોને મળી રહ્યો છે. Tata Motors એ સૌપ્રથમ જાહેરાત કરી હતી કે, તે GST ઘટાડાનો લાભ તેમના ગ્રાહકો સુધી પહોંચાડશે. આ સંદર્ભમાં, કંપનીએ તેની લોકપ્રિય SUV Tata Nexon ની કિંમત ઘટાડી છે. હવે ગ્રાહકો Nexon ખરીદવા પર લાખો રૂપિયા સુધીની બચત કરી શકે છે.
Tata Nexon ની કિંમત
Tata Nexon ની કિંમત પહેલા 8 લાખ રૂપિયા હતી, તે હવે 7.32 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) માં ખરીદી શકાય છે. આનો અર્થ એ થયો કે, ગ્રાહકોને તેના બેઝ વેરિઅન્ટ પર જ 68,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.Tata Nexon નું ઇન્ટિરિયર
Tata Nexon નું ઇન્ટિરિયર હવે પહેલા કરતા વધુ પ્રીમિયમ અને હાઇટેક બની ગયું છે. તેમાં 10.25 ઇંચની ફ્લોટિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે વાયરલેસ Android Auto અને Apple CarPlay ને સપોર્ટ કરે છે. આ ઉપરાંત, 10.25 ઇંચની ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે છે, જે રીઅલ-ટાઇમમાં સ્પીડ, માઇલેજ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી દર્શાવે છે. Nexon ના ટોપના વેરિઅન્ટ્સમાં પેનોરેમિક સનરૂફ અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ છે, જે ઉનાળામાં ડ્રાઇવિંગને વધુ આરામદાયક બનાવે છે.Tata Nexon ના ફીચર્સ
સાઉન્ડ સિસ્ટમ વિશે વાત કરીએ તો, તેમાં JBL ના 9 સ્પીકર્સ અને સબ-વૂફર સાથે 360-ડિગ્રી સરાઉન્ડ સાઉન્ડ આપે છે. અને વાયરલેસ ચાર્જિંગ પેડ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ક્રુઝ કંટ્રોલ અને 360-ડિગ્રી કેમેરા જેવા દમદાર ફીચર્સ પણ સામેલ છે. સીટમાં લેધરેટ અપહોલ્સ્ટરી આપવામાં આવી છે અને પાછળના મુસાફરો માટે સારી લેગ રૂમ અને હેડરૂમ મળી રહે છે, જે તેને ફેમિલી કાર તરીકે પણ ઉત્તમ બનાવે છે.Tata Nexon નું એન્જિન અને માઇલેજ વિકલ્પો
Tata Nexon ત્રણ અલગ-અલગ એન્જિન ઓપ્શનમાં ખરીદી શકાય છે. પહેલું એન્જિન 1.2-લિટર ટર્બોચાર્જ્ડ રેવોટ્રોન પેટ્રોલ છે, જે 118bhp પાવર અને 170Nm ટોર્ક આપે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ AMT અને 7-સ્પીડ DCT ગિયરબોક્સ સાથે આવે છે. બીજું એન્જિન 1.2-લિટર ટર્બો પેટ્રોલ CNG વેરિઅન્ટ છે, જે 99bhp પાવર આપે છે અને વધુ ઇકો-ફ્રેન્ડલી ડ્રાઇવિંગ માટેનો વિકલ્પ છે. ત્રીજું અને સૌથી પાવરફૂલ એન્જિન 1.5-લિટર ટર્બો ડીઝલ છે, જે 113bhp પાવર અને 260Nm ટોર્ક જનરેટ કરે છે. તે 6-સ્પીડ મેન્યુઅલ અને AMT બંને વિકલ્પોમાં ઉપલબ્ધ છે. કંપનીના જણાવ્યા અનુસાર, ડીઝલ વેરિઅન્ટની માઇલેજ 24.08kmpl સુધી છે.