Home Automobile Pay Special Attention To These Things When Taking Your Car To The Service Center

કારને સર્વિસ સેન્ટર લઈ જતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન! : સર્વિસ પહેલા આટલું જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો પાછળથી થશે પસ્તાવો

કારને સર્વિસ સેન્ટર લઈ જતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન!
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2026, 07:19 AM IST

Car Service Tips : દરેક કાર માલિક ઈચ્છે છે કે, તેની કાર હંમેશા નવા જેવી જ રહે અને કાર રસ્તામાં ક્યારેય પણ દગો ન આપે. આ માટે કાર માલિકે સમયાંતરે, કારની સર્વિસ કરાવવી ખૂબ જ જરૂરી રહે છે. તેના માટે કાર માલિક કારને સર્વિસ સેન્ટર પર આપે છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે આપણે સર્વિસ સેન્ટર પર પૂરા પૈસા ચૂકવીએ છીએ, છતાં પણ કારમાં કોઈને કોઈ ખામી રહી જાય છે અથવા મિકેનિક કારમાં મોટો ખર્ચો છે, એવું કહીને આપણે ચિંતામાં મૂકે છે. જો તમે પણ તમારી કાર સર્વિસમાં આપવા જઈ રહ્યા છો, તો કેટલીક બેસિક વાતો જાણી લેવી જોઈએ જેથી તમારા પૈસા પણ બચે અને કારનું આયુષ્ય પણ લાંબા સમય સુધી રહે.

  • સમસ્યાઓની લિસ્ટ તૈયાર કરો

    સર્વિસ સેન્ટર પર જતાં પહેલા તમારી કારમાં જે પણ પ્રકારની સમસ્યા હોય તેનું એક લિસ્ટ બનાવી લો. જેમ કે, બ્રેક બરાબર ન લાગવી, ગાડીમાંથી અવાજ આવવો કે AC ના કૂલિંગની સમસ્યા હોવી વગેરે વગેરે. જ્યારે તમે મિકેનિકને કાર સોંપો ત્યારે આ કારની બધી સમસ્યાઓની વિગતો મિકેનિકને સમજાવો. આનાથી મિકેનિકને ખબર પડશે કે, કઈ બાબત પર વધુ ધ્યાન આપવાનું છે અને તમારી સમસ્યાનું ચોક્કસ નિરાકરણ આવશે.

  • સર્વિસ દરમિયાન હાજર રહેવાનો આગ્રહ રાખો

    ઘણીવાર લોકો કાર સર્વિસ સેન્ટર પર મૂકીને ઘરે જતાં રહે છે અથવા સર્વિસ સેન્ટર પર સાઇડમાં આરામથી બેસી રહે છે. જો શક્ય હોય તો, સર્વિસ દરમિયાન તમારી કાર પર નજર રાખો. તમારી હાજરી હશે તો મિકેનિક કામ ચોરી નહીં કરી શકે અને જો કોઈ ઓરિજનલ પાર્ટને બદલવાની જરૂર હશે તો તે તમને પૂછીને જ કરશે. સતર્ક રહેવાથી કામ વધુ વધુ સારી રીતે થવાની શક્યતા વધી જાય છે.

  • પાર્ટ્સ અને ઓઈલની ક્વોલિટી ચેક કરો

    સર્વિસમાં જો કોઈ પાર્ટ કે એન્જિન ઓઈલ બદલવામાં આવતું હોય, તો તેના વિશે પૂરી માહિતી મેળવો. મિકેનિકને પૂછો કે તે કઈ કંપનીના પાર્ટ્સ વાપરી રહ્યો છે. હંમેશા ઓરિજિનલ પાર્ટ્સનો જ આગ્રહ રાખો. ઘણીવાર મિકેનિક ઓરિજનલ પાર્ટ્સને બદલવાના ચક્કરમાં સસ્તા કે નકલી પાર્ટ્સ નાખવાથી ગાડીને લાંબા ગાળે મોટું નુકસાન થઈ શકે છે, તેથી કારના પાર્ટ્સ સાથે ક્યારેય બાંધછોડ ન કરો અને હમેશા ઓરિજનલ પાર્ટ્સ નખાવવાનો આગ્રહ રાખો.

  • બિલને ચેક કરો

    સર્વિસ પૂરી થયા પછી જ્યારે તમને બિલ આપવામાં આવે, ત્યારે તેને ઉતાવળમાં ચૂકવવાને બદલે બિલમાં શું લખ્યું છે તે શાંતિથી એકવાર વાંચી લો. બિલમાં એવી વસ્તુઓ તો નથી ઉમેરાઈ ને જે તમારી કારમાં કરવામાં જ નથી આવી? ઘણીવાર લેબર ચાર્જ કે અન્ય નાના ખર્ચાઓ ખોટી રીતે ઉમેરવામાં આવતા હોય છે. બિલની દરેક વિગત ચેક કર્યા પછી જ પેમેન્ટ કરો જેથી તમારા કારનો સર્વિસ ખર્ચનો તમને આઇડિયા આવશે અને સાથે જ ખિસ્સા પર વધારાનો બોજ નહીં પડે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now