નવી કાર ખરીદવાનો વિચાર કરી રહ્યા હો, તો સ્કોડા ઓટોના ખાસ સપ્ટેમ્બર ઑફર્સ તમારા માટે છે. કંપનીએ GST દરમાં ઘટાડાના ફાયદા સાથે ગ્રાહકોને વધારાના ડિસ્કાઉન્ટ્સ પણ આપ્યા છે. આ મર્યાદિત સમયગાળાની ઑફર 21 સપ્ટેમ્બર 2025 સુધી માન્ય રહેશે.
Skoda Kushaq પર 3 લાખથી વધુનો લાભ
લોકપ્રિય મિડસાઇઝ SUV Skoda Kushaq પર કંપની ₹66,000 સુધીનો GST લાભ આપી રહી છે. સાથે ₹2.5 લાખ રૂપિયાનો વધારાનો ડિસ્કાઉન્ટ મળી કુલ બચત 3 લાખથી વધુ થઈ શકે છે. હાલમાં Kushaqની એક્સ-શોરૂમ કિંમત ₹10.99 લાખથી ₹19.09 લાખ સુધી છે.
Skoda Slavia પર 1.8 લાખથી વધુનું ડિસ્કાઉન્ટ
મિડસાઇઝ સેડાન Skoda Slavia પર ગ્રાહકોને ₹63,000 સુધી GST રાહત અને ₹1.2 લાખ સુધી વધારાના ઑફર્સ મળી કુલ ₹1.8 લાખથી વધુનો લાભ મળી શકે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત ₹10.49 લાખથી ₹18.33 લાખ સુધી છે.
Skoda Kodiaq પર 5 લાખથી વધુનો ફાયદો
પ્રિમિયમ 7-સીટર SUV Skoda Kodiaq પર સ્કોડા સૌથી મોટો લાભ આપી રહી છે. ગ્રાહકોને અહીં ₹3.3 લાખ સુધી GST બચત અને ₹2.5 લાખ સુધીના વધારાના ઑફર્સ સાથે કુલ ₹5 લાખથી વધુનો લાભ મળશે.
મર્યાદિત સમય માટે તક
કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ ઑફર્સ ફક્ત 21 સપ્ટેમ્બર સુધી જ ઉપલબ્ધ રહેશે. જો કે, ડિસ્કાઉન્ટ્સ મોડેલ, વેરિઅન્ટ, ડીલરશીપ અને સ્ટોક ઉપલબ્ધતાના આધારે બદલાઈ શકે છે.