logo-img
Maruti Suzuki To Launch 4 New Hybrid Cars In 2026

MARUTI SUZUKI 2026માં લાવશે 4 નવી હાઈબ્રિડ કાર્સ : જાણો કયા કયા મોડેલ્સ હાઈબ્રિડ મળશે અને શું છે તેની ખાસિયત?

MARUTI SUZUKI 2026માં લાવશે 4 નવી હાઈબ્રિડ કાર્સ
Published by: Offbeat Team
| Last Updated: Sep 08, 2025, 07:36 AM IST

Maruti Suzuki હવે ગ્રીન મોબિલિટી સોલ્યુશન્સ પર ભાર મૂકી રહી છે. કંપનીએ જાહેરાત કરી છે કે આ નાણાકીય વર્ષ 2025ના અંત સુધીમાં તેની પહેલી ઇલેક્ટ્રિક કાર e-Vitara લોન્ચ કરવામાં આવશે. સાથે જ, Maruti Suzuki 2026 સુધીમાં ચાર નવી હાઇબ્રિડ કાર પણ બજારમાં ઉતારવાની તૈયારી કરી રહી છે.

Victoris – ભારતની સૌથી ફ્યુઅલ ઇફિશિયન્ટ SUV

Maruti Suzukiની આવનારી મીડ સાઈઝની SUV Victoris ત્રણ એન્જિન વિકલ્પો સાથે આવશે:

  • 103bhp 1.5L Mild Hybrid Petrol

  • 116bhp 1.5L Strong Hybrid

  • 89bhp 1.5L Petrol + CNG

કંપનીનો દાવો છે કે Victorisનું Strong Hybrid વર્ઝન 28.65 kmpl માઇલેજ આપશે, જેને કારણે તે ભારતની સૌથી ફ્યૂલ એફિશિયન્ટ SUV બનશે.

Marutiની નવી Strong Hybrid સિસ્ટમ

Maruti Suzuki પોતાની HEV (Hybrid Electric Vehicle) ટેકનોલોજી વિકસાવી રહી છે. આ સિરીઝ-હાઇબ્રિડ સિસ્ટમ પેટ્રોલ એન્જિન, ઇલેક્ટ્રિક મોટર અને બેટરી પર આધારિત રહેશે. કંપનીના અંદાજ મુજબ આ ટેકનોલોજી 35 kmpl થી વધુ માઇલેજ આપશે.

  • સૌપ્રથમ આ સિસ્ટમ Fronx Hybrid (2026) માં આવશે.

  • બાદમાં તે Next-gen Baleno અને Suzuki Spacia આધારિત નવી MPV માં આપવામાં આવશે.

  • 2027માં નવી Swift Hybrid અને 2029માં નવી Brezza Hybridમાં પણ આ ટેકનોલોજી જોવા મળશે.

Fronx Hybrid અને નવી Baleno Hybridની ખાસિયતો

  • બહાર Hybrid Badge અને અંદર Hybrid-specific software.

  • ડિઝાઇન અને ઇન્ટિરિયરમાં મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ડ્રાઇવિંગ અનુભવ અને માઇલેજમાં નોંધપાત્ર સુધારો મળશે.

  • નવી Baleno Hybrid વધુ આકર્ષક ડિઝાઇન, ફીચર-લોડેડ ઇન્ટિરિયર અને શક્તિશાળી હાઇબ્રિડ એન્જિન સાથે આવશે.

નવી MPV – Renault Triberને ટક્કર

Suzuki Spacia આધારિત Mini MPV ભારતમાં રજૂ થશે, જે સીધી Renault Triber અને Nissanની આવનારી સબ-કોમ્પેક્ટ MPV સાથે સ્પર્ધા કરશે. આ કારમાં હાઇબ્રિડ પાવરટ્રેન ઉપરાંત પરિવાર માટે વધુ જગ્યા અને પ્રેક્ટિકલ સુવિધાઓ આપવામાં આવશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now