logo-img
How Much Will The Price Of Honda Unicorn Decrease After The Change In Gst

GST માં ફેરફાર પછી Honda Unicorn ની કિંમતમાં કેટલો ઘટાડો થશે? : જાણો બાઇકની કિંમત, ફીચર, પાવર અને માઇલેજની માહિતી

GST માં ફેરફાર પછી Honda Unicorn ની કિંમતમાં કેટલો ઘટાડો થશે?
Published by: Offbeat Team
| Last Updated: Sep 08, 2025, 11:21 AM IST

GST on Honda Unicorn: ભારત સરકારે GST ના દરમાં સુધારો કર્યો છે, જેના હેઠળ હવે લોકો માટે ટુ-વ્હીલર અને કાર ખરીદવાનું સરળ બનશે. કારણ કે GST ઘટાડા પછી, બંનેના ભાવ ઘટવાના છે. જો તમે આગામી સમયમાં Honda Unicorn ખરીદવાનું વિચારી રહ્યા છો, જાણો કે તે પહેલાની સરખામણીમાં કેટલી સસ્તી થવા જઈ રહી છે?

Honda Unicorn ની કિંમતમાં કેટલો ફેરફાર થશે?

Honda Unicorn ની એક્સ-શોરૂમ કિંમત 1.20 લાખ રૂપિયા છે. 10% GST ઘટાડા પછી, આ કિંમત 1.08 લાખ રૂપિયા થશે. આ રીતે, તમને આ બાઇક પર 12,000 રૂપિયાનો ફાયદો થઈ શકે છે.Honda Unicorn ના ફીચર્સ

Honda Unicorn માં સંપૂર્ણપણે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે. આ સાથે, આ બાઇકમાં LED હેડલેમ્પ્સ, સર્વિસ રિમાઇન્ડર, 15w નો USB ટાઇપ-C ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવી રહ્યો છે. બાઇકમાં ગિયર પોઝિશન ઇન્ડિકેટર અને ઇકો ઇન્ડિકેટર પણ સામેલ છે.

Honda Unicorn ની પાવર?

Honda Unicorn 163cc સિંગલ-સિલિન્ડર, ફ્યુઅલ ઇન્જેક્ટેડ પેટ્રોલ એન્જિન સામેલ છે. બાઇકમાં આ એન્જિન 13bhp પાવર જનરેટ કરે છે અને 14.6Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકનું એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવેલ છે. Honda Unicorn માં OBD2 (On-board Diagnostics 2) પણ છે, જેના કારણે આ બાઇક એક લિમિટથી વધુ પ્રદૂષણ કરી શકશે નહીં. આ બાઇક આશરે 60kmpl ની માઇલેજ આપે છે, તેની ફ્યુલ કેપેસીટી 13 લિટર છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now