logo-img
These Premium Cars Have Become Cheaper By Up To 11 Lakh After Gst Cut

GST ધટ્યા પછી 11 લાખ સુધી સસ્તી થઈ આ પ્રીમિયમ કાર્સ : પહેલા વાંચો આર્ટિકલ અને પછી લો નિર્ણય

GST ધટ્યા પછી 11 લાખ સુધી સસ્તી થઈ આ પ્રીમિયમ કાર્સ
Published by: Offbeat Team
| Last Updated: Sep 09, 2025, 07:26 AM IST

ભારત સરકારના GST 2.0 સુધારાને કારણે હવે લક્ઝરી કાર માર્કેટમાં નવી હલચલ જોવા મળી રહી છે. સરકારે લક્ઝરી કાર પર લાગતા ટેક્સ દરમાં ઘટાડો કર્યો છે. અગાઉ લક્ઝરી કાર પર 45-50% સુધીનો GST લાગતો હતો, જે હવે ઘટીને 40% થયો છે. આ પગલાનો સીધો ફાયદો હવે ગ્રાહકો સુધી પહોંચી રહ્યો છે.

Mercedes-Benzની જાહેરાત

Mercedes-Benz Indiaએ જણાવ્યું છે કે હવે તેના તમામ નોન-ઈલેક્ટ્રિક (ICE) મોડેલ્સ પર 40% GST લાગુ થશે. જોકે, ઈલેક્ટ્રિક કાર પર પહેલાની જેમ 5% GST જ લાગુ રહેશે. કંપનીના જણાવ્યા મુજબ, આ બદલાવથી તહેવારોની સીઝનમાં ગ્રાહકોની માંગ વધશે.
ભારતમાં સૌથી વધુ વેચાતી લક્ઝરી સેડાન E-Class LWB હવે ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. તાજેતરમાં જ કંપનીએ તેને નવા "Verde Silver" રંગમાં લોન્ચ કરી હતી. કિંમતોમાં ઘટાડાને કારણે તેના વેચાણમાં વધુ વધારો થવાની શક્યતા છે.

Audiએ પણ ઘટાડ્યા ભાવ

જર્મન લક્ઝરી કાર કંપની Audi એ પણ પોતાના અનેક મોડેલ્સની કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે હવે ગ્રાહકોને મોડેલ મુજબ ₹2.6 લાખથી લઈને ₹7.8 લાખ સુધીનો સીધો ફાયદો થશે.
નવી કિંમતો અનુસાર Audiની એન્ટ્રી-લેવલ SUV Q3 ની શરૂઆતની કિંમત હવે ₹43.07 લાખ થઈ ગઈ છે, જે અગાઉ ₹46.14 લાખ હતી.

BMWની સરપ્રાઇઝ

BMW India એ પણ પોતાના પસંદગીના મોડેલ્સમાં મોટી રાહત આપી છે. કંપનીએ જાહેરાત કરી છે કે કેટલીક કાર પર ₹9 લાખ સુધીનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. હજી સુધી તમામ મોડેલ્સની અપડેટેડ કિંમત યાદી જાહેર કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં કંપની તેને જાહેર કરશે.
આ પગલાથી BMWનું વેચાણ તહેવારોની સીઝનમાં વધવાની સાથે Mercedes-Benz અને Audi સાથેની સ્પર્ધા વધુ કઠિન બનશે.

ગ્રાહકો માટે સોનેરી તક

GST દરોમાં ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે દેશભરમાં તહેવારોની સીઝન શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, હવે ગ્રાહકો માટે લક્ઝરી કાર ખરીદવાની ઉત્તમ તક બની છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now