કેન્દ્ર સરકારે GST દરોમાં સુધારો કરતા વાહનપ્રેમીઓને દિવાળી પહેલા મોટી ભેટ આપી છે. સરકારે 350cc સુધીની બાઇક અને સ્કૂટર પર લાગતો GST 28%માંથી ઘટાડીને 18% કર્યો છે. આ સુધારો 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.
આ નિર્ણયથી લોકપ્રિય Royal Enfield Bullet 350 ખરીદનારાઓને મોટો લાભ થશે. હાલ આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત ₹1.76 લાખ છે. હાલના 28% GSTના બદલે હવે માત્ર 18% ટેક્સ લાગશે. આ કારણે બુલેટ 350 લગભગ ₹17,663 સસ્તી પડી શકે છે. એટલે કે, ગ્રાહકો હવે આ બાઇકને લગભગ ₹1.58 લાખમાં ખરીદી શકશે.
બુલેટ 350ના ફીચર્સ
349cc સિંગલ-સિલિન્ડર, 4-સ્ટ્રોક, એર-ઓઇલ કૂલ્ડ એન્જિન
20.2 bhp પાવર @ 6,100 rpm અને 27 Nm ટોર્ક @ 4,000 rpm
5-સ્પીડ ગિયરબોક્સ
માઇલેજ આશરે 35 kmpl
13 લિટરની ફ્યુઅલ ટાંકી ક્ષમતા, એક વખત ટાંકી ફુલ કરવાથી લગભગ 450 કિમીનું અંતર
સેફ્ટી ફીચર્સ
આગળ ડિસ્ક બ્રેક, પાછળ ડ્રમ બ્રેક
ABS સિસ્ટમ ઉપલબ્ધ
સિંગલ ચેનલ ABS (મિલિટરી વેરિઅન્ટ)
ડ્યુઅલ ચેનલ ABS (બ્લેક ગોલ્ડ વેરિઅન્ટ)
કલર ઓપ્શન
મિલિટરી રેડ
સ્ટાન્ડર્ડ મરૂન
બ્લેક
બ્લેક ગોલ્ડ
કેન્દ્ર સરકારના આ GST ઘટાડાના નિર્ણયથી હવે બુલેટપ્રેમીઓ માટે આ લોકપ્રિય ક્લાસિક બાઇક ખરીદવું વધુ સરળ બનશે.