logo-img
Gujarat Weather Update Red Alert In 10 Districts Orange Alert In 8 Districts

હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી : ગુજરાતના 10 જિલ્લાઓમાં રેડ અને 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
Published by: Offbeat Team
| Last Updated: Aug 22, 2025, 04:00 AM IST

છેલ્લા ચોવીસ કલાકથી રાજ્યમાં અનેક જગ્યે ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે આગામી આજે પણ ત્રણ જીલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. ત્યારે ચાર જીલ્લામાં યેલો એલર્ટ અને બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

10 જિલ્લામાં રહેશે રેડ એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દાદારા નગર હવેલી, વલસાડ, નવસારી, સુરત, ભાવનગર, અમેરીલી, ગીર-સોમનાથ, જુનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ત્રણેય જીલ્લાઓમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

આ સિવાય હવામાન વિભાગે, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, બોટાદ, રાજકોટ, જામનગર અને મોરબીમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. જ્યાં ભારે વરસાદ જોવા મળશે.

રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતના અન્ય જીલ્લાઓમાં પણ મેઘરાજા ધડબડાટી બોલાવવાના મૂડમાં છે. રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરેલા જિલ્લા સિવાય રાજ્યભરમાં યેલો એલર્ટ રહેશે. જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે.

22 ઓગસ્ટે ક્યાં કેટાલો પડશે વરસાદ

આગામી 22 ઓગસ્ટના રોજ રાજ્યના 26 જિલ્લામાં ધોધમાર વરસાદની સંભાવના છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી, નવસારી, ભાવનગર, વલસાડ, કચ્છ, મહેસાણા, પાટણ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર, ખેડા અને આણંદમાં ગાજવીજ સાથે ભારે અતિભારે વરસાદની આગાહી છે.

23-24 ઓગસ્ટની આગાહી

રાજ્યમાં 23 ઓગસ્ટે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, નવસારી, વલસાડ અને 24 ઓગસ્ટે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વલસાડ અને નવસારીજિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now