logo-img
Growing Potatoes In Pots Is Now Easy Grow Organic Produce At Home

વાસણમાં ઉગાડો બટાકા મેળવો અદ્ભૂત લાભ! : ઘરમાં જ કરો ઓર્ગેનિક ઉત્પાદન, નહીં પડે ખેતરની જરુર

વાસણમાં ઉગાડો બટાકા મેળવો અદ્ભૂત લાભ!
Published by: Offbeat Team
| Last Updated: Sep 16, 2025, 07:41 AM IST

આજકાલ લોકો પોતાના ઘરની બારી, છત કે આંગણામાં કુંડામાં ફૂલો કે લીલા શાકભાજી રોપવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે ઘરે કુંડામાં બટાકાનો છોડ સરળતાથી ઉગાડી શકો છો? હા, આ બિલકુલ શક્ય છે અને નિષ્ણાતો અનુસાર, બટાકા 80 થી 130 દિવસમાં તૈયાર થઈ જાય છે. કુંડામાં ઉગાડવામાં આવતા બટાકા સંપૂર્ણપણે ઓર્ગેનિક હોય છે. જો તમે ગાયના છાણના ખાતરનો ઉપયોગ કરો છો, તો બટાકાનું ઉત્પાદન વધુ સારું થાય છે. સૌથી મોટી વાત એ છે કે આ માટે તમારે ખેતરની જરૂર નથી, તમારે ફક્ત થોડી ધીરજ અને યોગ્ય પધ્ધતિની જરૂર છે.

બટાકા કેવીરીતે ઉતપન્ન થયા? જાણો તેનો ઈતિહાસ

બટાકા ઉગાડવાની રીત

એક મોટું અને ઊંડું વાસણ લો. ત્યાર બાદ, ફણગાવેલા બટાકાના ટુકડા કરો અને તેને 4-6 ઇંચની ઊંડાઈએ જમીનમાં દાટી દો. જેમ જેમ છોડ વધતો જાય તેમ તેમ ઉપરથી માટીથી ઢાંકતા રહો. આનાથી વધુ બટાકા ઉત્પન્ન થશે. છોડને નિયમિતપણે પાણી આપો, પરંતુ ધ્યાન રાખો કે માટી ખૂબ ભીની ન હોવી જોઈએ અને વાસણને એવી જગ્યાએ રાખો જ્યાં ઓછામાં ઓછો 6 કલાક સૂર્યપ્રકાશ મળતો રહે. જ્યારે બટાકાના છોડના પાંદડા પીળા થવા લાગે, ત્યારે સમજો કે બટાકા તૈયાર છે. હવે તમે વાસણમાંથી માટી કાઢી નાખો અને તમારા પોતાના હાથે ઉગાડેલા તાજા બટાકા બહાર કાઢો.

જાણવા જેવું: આવા બટાકા લેશો તો પડીકાની વેફરને ટક્કર મારે તેવી વેફર ઘરે  બનાવી શકશે -farmer from Ranpur village Deesa shared a simple tips to  identify potatoes for making wafers at home

નિષ્ણાતોની સલાહ

કૃષિ એકપર્ટ્સ અનુસાર, શાકભાજી અને છોડ ઉગાડવા એ એક શોખ છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. નિષ્ણાતો કહે છે કે બટાકાના છોડનો વિકાસ ત્યારે જ થશે જ્યારે તેને પૂરતો સૂર્યપ્રકાશ મળશે. જો છોડને દરરોજ 6 કલાક સૂર્યપ્રકાશ નહીં મળે, તો બટાકાનું ઉત્પાદન બંધ થઈ જશે. એટલા માટે, વાસણને હંમેશા તડકાવાળી જગ્યાએ રાખો. આ રીતે તમને ઘરેથી તાજા અને ઓર્ગેનિક બટાકા મળશે. ઝેરી રસાયણો કે જંતુનાશકોનો કોઈ ભય નથી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now