Ahmedabad News : અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. શહેરમાં ગટર લાઇનના ખુલ્લા ટાંકણના કારણે એક વૃદ્ધ ગટરમાં પડી જવાની ઘટના સામે આવી છે. ઘટનાના સમયે બ્રીજ પાસેની સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના કારણે અંધારું છવાયેલું હતું, જેમાં પણ ગટરોનું ઢાંકણું ખુલ્લું હોવાથી વૃદ્ધો દેખાયું નહોતું અને તેઓ સીધા ગટરમાં ખાબક્યા હતા.
AMC ની ઘોર બેદરકારી
ઘટનાના થોડા સમય બાદ નજીકમાં હાજર એક યુવાને બહાદુરીપૂર્વક ગટરમાં ઉતરી વૃદ્ધનો જીવ બચાવ્યો, જેના માટે તેની પ્રશંસા થઈ રહી છે. જો યુવાન સમયસર મદદ ન કરત તો ગંભીર દુર્ઘટના બની શકે હતી. સ્થાનિક રહેવાસીઓએ તરત જ એકત્રિત થઈ ગટરના ખુલ્લા મોંને તાત્કાલિક બંધ કર્યું અને AMCને આ અંગે તાકીદે કાર્યવાહી કરવાની માગણી કરી છે.
ગટરના ખાબક્યાં વૃદ્ધ!
લોકોમાં આ મામલે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, "AMCના સત્તાધીશોની આંખો હજી સુધી કેમ નથી ખુલી? શહેરમાં ખુલ્લા ગટરના ઢાંકણથી લોકોના જીવ જોખમમાં મુકાય છે અને તંત્ર મૌન કેમ?" આ ઘટનાથી ફરી એકવાર AMCની લાપરવાહી અને શહેરના મૂળભૂત જનસુવિધાઓ પ્રત્યેની ગેરજવાબદારી બહાર આવી છે. સ્થાનિક લોકોએ તંત્રને તાત્કાલિક પગલાં લેવા અને તમામ ગટર ટાંકણો સુરક્ષિત રીતે બંધ કરવાની માંગણી કરી છે.





















