અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના ઘેરા પ્રત્યાઘાતો બનાસકાંઠામાં પણ જોવા મળ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં સિંધી સમાજના લોકોએ વિદ્યાર્થીની કરપીણ હત્યાના વિરોધમાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને આરોપીઓને કડકમાં કડક સજા આપવાની માંગ કરી છે.
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 9ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરતા સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. બનાસકાંઠાના પાલનપુરમાં પણ સિંધી સમાજે આશાસ્પદ વિધાર્થી નયન સંતાણીની હત્યાના મુદ્દે આક્રોશ વ્યક્ત કરી રેલી કાઢી પાલનપુર કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.
કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું
સિંધી સમાજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી આરોપીઓને પકડી તેમની સામે કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. વિધાર્થીની હત્યા મામલે રાજ્યભરની શાળાઓના વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.