Ahmedabad Demolition : અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજના ડિમોલિશન પછી ટ્રાફિકની સમસ્યા વધતા મ્યુનિસિપલ તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ટી.પી. રોડ પર ટ્રાફિકનું દબાણ ઘટાડવા માટે 100થી વધુ મકાનો તોડવામાં આવ્યા છે. તંત્ર રસ્તાને પહોળો બનાવવા માટે લાંબા સમયથી યોજના બનાવાઈ રહી હતી, જે અંતર્ગત 12 મીટરનો નવો માર્ગ ખુલ્લો મુકાયો છે.
ટ્રાફિક જામ દૂર કરવા 100થી વધુ મકાનો તોડ્યાં
તંત્ર દ્વારા પહેલા નોટિસ પાઠવવામાં આવી હતી ત્યારબાદ કાર્યવાહીનો દોર ચલાવવામાં આવ્યો હતો. સ્થળાંતર અને ડિમોલિશન અંગે સ્થાનિકોને લગભગ 8 મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી. નોટિસ મુજબ ટ્રાફિકના વધતા બોજને ઘટાડવા માર્ગવિસ્તાર જરૂરી હોવાથી પ્રભાવિત મકાનોને હટાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ટ્રાફિક સમસ્યાનું થશે નિવારણ!
હાટકેશ્વર વિસ્તારમાં છેલ્લા ઘણાં મહિનાથી ચાલતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે આ પગલું મહત્વનું ગણાય છે. નવા માર્ગના ખુલ્લા મુકાતા વાહન વ્યવહારને રાહત મળવાની સંભાવના છે.





















