logo-img
Big Statement By Aap Leader Bharat Vakhla Of Devgadh Baria

'ભાજપ જો અમારી શરતો સ્વીકારશે તો કાર્યકર્તાઓ સાથે જોડાવવા તૈયાર' : દેવગઢ બારીયાના AAP નેતા ભરત વાખલાનું મોટું નિવેદન

'ભાજપ જો અમારી શરતો સ્વીકારશે તો કાર્યકર્તાઓ સાથે જોડાવવા તૈયાર'
Published by: Offbeat Team
| Last Updated: Aug 20, 2025, 12:55 PM IST

BHARAT VAKHLA VS BACHU KHABAD: દેવગઢ બારિયાના આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ભરત વાખળાએ તાજેતરમાં એક નિવેદન આપતા જણાવ્યું છે કે જો ભારતીય જનતા પાર્ટી (BJP) તેમની શરતો સ્વીકારે, તો તેઓ પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાવવા તૈયાર છે.

વાખળાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમની મુખ્ય શરત એ છે કે આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીઓમાં તેમના કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવે. જો ભાજપ તેમની આ શરતો માન્ય રાખશે, તો તેઓ કેસરિયો ધારણ કરશે. આ નિવેદનને કારણે હાલ દેવગઢ બારિયાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થયેલા મનરેગાકૌભાંડની ગુંજ છેક સંસદ સુધી ગુંજી ચૂકી છે. ચર્ચા તો ત્યાં સુધી હતી કે આ કૌભાંડમાં સૌથી વધુ વગોવાયેલા મંત્રી બચુ ખાબડનું રાજીનામું લઈ લેવામાં આવશે, બચુ ખાબડના કટ્ટર હરીફ ભરત વાખળાને ભાજપમાં સામેલ કરવાની રણનીતિ શરૂ થઈ ગઈ છે. ઓપરેશન કમલ માટે રાજકીય ગતિવિધિ તેજ કરી દેવાઈ છે. ભરત વાખડાને વિધાનસભાની ટિકિટ સહિત અન્ય શરતો ભાજપ સમક્ષ મૂકી છે. ભાજપ આ મામલે શું નિર્ણય લે છે, તે ટૂંક સમયમાં સ્પષ્ટ થશે.

આગામી ચૂંટણીમાં દાહોદમાં ભાજપને નુકશાન થઇ શકે છે તે જોતાં ભાજપે ભરત વાખળાને કેસરિયો ખેસ પહેરાવવા તૈયારીઓ કરી છે. તમને જણાવી દઈએ કે ભરત વાખળા દેવગઢબારિયામાં મંત્રી બચુ ખાબડના કટ્ટર હરીફ રહ્યાં છે. વર્ષ ૨૦૧૭ કોંગ્રેસના ઉમેદવાર અને વર્ષ ૨૦૨૨માં આપના ઉમેદવાર તરીકે મંત્રી બચુ ખાબડ સામે ચૂંટણી લડી ચૂક્યાં છે.

બંને ચૂંટણીમાં ભરત વાખળાનો વોટશેર વધ્યો છે. મનરેગા કૌભાંડને કારણે દાહોદ મત વિસ્તારમાં સરકાર વિરોધી વાતાવરણ સર્જાયુ છે જેમાં બચુ ખાબડના કટ્ટર હરીફ ભરત વાખળાની અહમ ભૂમિકા રહી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now