logo-img
Ambalal Patel Predicts Heavy Rain

વરસાદી સિસ્ટમ સક્રિય અને 'ભારે'ની આગાહી : હાડ થીજવતી ઠંડી પડશે, આ જિલ્લાઓ થશે તરબોળ, અંબાલાલ પટેલની મોટી આગાહી

વરસાદી સિસ્ટમ સક્રિય અને 'ભારે'ની આગાહી
Published by: Offbeat Team
| Last Updated: Oct 26, 2025, 12:11 PM IST

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે ફરી એક વખત કમોસમી વરસાદ અને ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. રાજ્યના ઉત્તર અને દક્ષિણ ગુજરાત સાથે-સાથે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને ખેડા જિલ્લાઓમાં માવઠા જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

અંબાલાલ પટેલે કરી આગાહી

આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર આ વરસાદી સિસ્ટમ બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં બનેલી લો-પ્રેશર સિસ્ટમના કારણે સક્રિય થઈ છે. ઉપરાંત ઉત્તર ભારત તરફથી આવતા પશ્ચિમ વિક્ષેપના કારણે પણ ગુજરાતમાં વરસાદની શક્યતા ઊભી થઈ છે. આગામી 15 ડિસેમ્બર સુધીમાં માવઠો પડવાની શક્યતા વ્યક્ત થઈ છે, જ્યારે ત્યારબાદ રાજ્યમાં ઠંડીનો તીવ્ર પ્રભાવ વધશે. ખાસ કરીને 22 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે અને મકરસંક્રાંતિ - 14 જાન્યુઆરી પછી પણ ગાત્રો થીજવતી ઠંડી જોવા મળી શકે છે.

આ જિલ્લાઓમાં અતિ ભારેની આગાહી

દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત અમદાવાદ, આણંદ, દાહોદ, પંચમહાલ, મહિસાગર, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, સાણંદ, નડિયાદ અને વડોદરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. હવામાન વિભાગે ખેડૂતોને માવઠા અંગે આગાહી ધ્યાનમાં રાખીને પાકની સુરક્ષા માટે જરૂરી તકેદારી રાખવાની સલાહ આપી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now