અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ભયાનક બનાવ બન્યો. ધોરણ 10માં અભ્યાસ કરતા 15 વર્ષના વિદ્યાર્થી પર તેના જ સ્કૂલના ધોરણ 9ના વિદ્યાર્થીએ છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે.
કેવી રીતે બન્યો બનાવ?
સ્કૂલ છૂટવાના સમયે ધોરણ 10ના વિદ્યાર્થી અને ધો-9ના વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થઈ.
ધો-8ના વિદ્યાર્થીએ પોતાની પાસે છુપાવેલી છરી કાઢીને ઉપરાછાપરી ઘા ઝીંક્યા.
ઇજાગ્રસ્ત વિદ્યાર્થી ડરીને સ્કૂલના કમ્પાઉન્ડ તરફ ભાગ્યો, જ્યાં સિક્યોરિટીએ તેને જોયો અને તરત હોસ્પિટલ પહોંચાડ્યો.
અગાઉથી અદાવત હતી
એક અઠવાડિયા પહેલાં પીડિત વિદ્યાર્થી અને તેના પિતરાઈ સાથે ધક્કામુક્કી થવાના બનાવ પછી બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. ત્યારથી જ્યારે પણ તેઓ સામસામે મળતા, વિવાદ થતો રહેતો.
હુમલો કરનારા વિદ્યાર્થીનો વર્તન ઈતિહાસ
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ધો-9ના વિદ્યાર્થી સામે અગાઉ પણ સ્કૂલને અનેક ફરિયાદો મળી હતી.
સ્કૂલે તેની સામે કાર્યવાહી પણ કરી હતી.
પોલીસની કાર્યવાહી
ખોખરા પોલીસે હત્યા પ્રયાસનો ગુનો દાખલ કરીને સગીરને જુવેનાઇલ એક્ટ હેઠળ રાઉન્ડ અપ કર્યો છે.
ઘટનાની CCTV ફૂટેજ મેળવી તથા 9 લોકોના નિવેદનો નોંધાયા છે.
DEOએ સ્કૂલને નોટિસ ફટકારીને રૂબરૂ હાજર રહી રિપોર્ટ આપવા કહ્યું છે.
કાયદાકીયની પ્રક્રિયા શું કહે છે?
જુવેનાઇલ કોર્ટના અસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર અમિત તિવારીએ જણાવ્યું:
સાત વર્ષ કે તેથી વધુ સજાની જોગવાઈવાળા કેસોમાં સગીર સામે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ કેસ ચાલે છે.
પોલીસ સગીરના ઘર, સ્કૂલ અને મિત્રો પાસેથી બિહેવિયર રિપોર્ટ તૈયાર કરે છે.
કોર્ટ પ્રોબેશન રિપોર્ટના આધારે જામીન અંગે નિર્ણય કરે છે.
કાર્યવાહી દરમ્યાન સગીરને પોલીસ સ્ટેશનમાં નહીં, પરંતુ ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવે છે.