સુરતમાં ફરી એક વખત રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. સુરતના સચિન વિસ્તારમાં એક ખૂબ જ ગંભીર ઘટના સામે આવી છે. જેમાં એક 5 વર્ષના બાળક પર લગભગ 4 થી 5 શ્વાનના ટોળાંએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેના માથા સહિત શરીર પર 20 થી વધુ ઇજાના નિશાનો છે. હાલમાં બાળકની સ્થિતિ ગંભીર છે.
શ્વાનના ટોળાએ 5 વર્ષીય બાળક પર જીવલેણ હુમલો
મળતી માહિતી મુજબ, 5 વર્ષીય બાળકનું નામ શીવાય રાજેશ પ્રજાપતિ છે અને તે સચિન વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. આ ઘટના બની ત્યારે બની જ્યારે શિવાય તેના પિતા સાથે સચિન વિસ્તારમાં આવેલા ઈકો ડાયમંડ પાર્ક પાસે આવેલી કંપની પાસેથી પસાર થઈ રહ્યો હતો, અને અચાનક 4 કે તેથી વધુ શ્વાનના ટોળાએ બાળક પર હુમલો કર્યો હતો.
શ્વાનના ટોળાએ 5 વર્ષીય બાળક પર જીવલેણ હુમલો
મળતી માહિતી મુજબ, 5 વર્ષીય બાળકનું નામ શીવાય રાજેશ પ્રજાપતિ છે અને તે સચિન વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. આ ઘટના બની ત્યારે બની જ્યારે શિવાય તેના પિતા સાથે સચિન વિસ્તારમાં આવેલા ઈકો ડાયમંડ પાર્ક પાસે આવેલી કંપની પાસેથી પસાર થઈ રહ્યો હતો, અને અચાનક 4 કે તેથી વધુ શ્વાનના ટોળાએ બાળક પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં શ્વાનોએ બાળકને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો અને તેનું આખું માથું ગંભીર રીતે ફાડી નાખ્યું અને અન્ય ભાગો પર બચકાં ભર્યા જેથી તેને 20થી વધુ ગંભીર ઇજાઓ થઈ છે.
બાળકની હાલત અત્યંત ગંભીર
લોહીલુહાણ હાલતમાં સિવાયને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તબીબોના જણાવ્યા મુજબ, બાળકનું માથું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે. આ બનાવને પગલે પરિવારમાં શોક અને માતમનો માહોલ છવાયો છે.




















