Former Indian cricketers defend Shubman Gill's slow innings: પૂર્વ ભારતીય ક્રિકેટરો ઇરફાન પઠાણ અને વરુણ એરોન ચોથી T20I માં શુભમન ગિલની ધીમી પરંતુ સમજદાર ઇનિંગનો બચાવ કર્યો છે. 26 વર્ષીય શુભમન ગિલે ચોથી T20I માં 39 બોલમાં 46 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, તેનો સ્ટ્રાઇક રેટ તેના સામાન્ય આક્રમક અભિગમ કરતા નોંધપાત્ર રીતે અલગ હતો, જેનાથી ઘણા લોકો ગુસ્સે થયા હતા. જોકે, તેની ધીમી ઇનિંગ ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ.
વરુણ એરોનના મતે
મેચ પછી બ્રોડકાસ્ટરો સાથે વાત કરતા, એરોને કહ્યું કે ગિલ એક એવો બેટ્સમેન છે જેના પર તમે હંમેશા પડકારજનક પરિસ્થિતિઓમાં વિશ્વાસ કરી શકો છો. કારણ કે, તેની ટેકનિક અને સ્વભાવ ખૂબ જ સારો છે. "ગિલની ખાસ વાત એ છે કે, જ્યારે પરિસ્થિતિઓ બેટ્સમેન માટે અનુકૂળ ન હોય ત્યારે પણ તમે તેની ટેકનિક, ધીરજ અને રમત પ્રત્યે જાગૃતિ પર આધાર રાખી શકો છો. તે ખૂબ સારી રીતે જાણે છે કે કઈ વિકેટ કેવી રીતે વર્તશે. પછી તે તે મુજબ રમે છે. આ જ કારણ છે કે, ભારતીય ટીમને T20 સેટઅપમાં શુભમન ગિલ જેવા ખેલાડીની જરૂર છે."
ઇરફાન પઠાણે કરી ગિલની પ્રશંસા
આટલું જ નહીં, પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે, જેમને અગાઉ ગિલના ફોર્મની ટીકા કરી હતી, તેમની પ્રશંસા કરતા કહ્યું કે, તેને ગણતરીપૂર્વકની ઇનિંગ્સ રમી, જેનાથી તેમના સાથી ખેલાડીઓ મુક્તપણે એટેકિંગ ક્રિકેટ રમી શકે. ઇરફાન પઠાણે કહ્યું કે, મેચ દરમિયાન શુભમન ગિલે પાવરહીટિંગ કરતાં ટાયમિંગ પર ધ્યાન આપ્યું. પઠાણે કહ્યું, "છેલ્લા વિડીયોમાં, મેં બે બાબતો તરફ ધ્યાન દોર્યું હતું. ટીમે શુભમન ગિલની બેટિંગ પર ખાસ ધ્યાન આપ્યું છે. તેણે બેદરકાર મોટા શોટને બદલે ટાઇમિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. શરૂઆતમાં, તેને પાવર કરતાં પ્લેસમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેને ટાઇમિંગ દ્વારા બાઉન્ડ્રી મારવાનો પ્રયાસ કર્યો. આ તેની સ્ટાઇલ છે. જો તે આ જાળવી રાખે છે, તો તે સતત સ્કોર કરી શકે છે. હાફ-સેંચુરી ફટકાર્યા વિના, તેને દબાણ હેઠળ સારી શરૂઆત આપી, જેનાથી અન્ય બેટ્સમેનોને ઝડપથી સ્કોર કરવાની તક મળી."




















