India vs Australia, 5th T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી T20I સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ આજે (8 નવેમ્બર, 2025) બ્રિસ્બેનના ગાબા ખાતે રમાશે. ભારતીય ટીમ આ મેચ જીતવા અને સીરિઝમાં 3-1 થી જીત મેળવવા માટે પ્રયત્ન કરશે. અને વિરોધી ટીમ, ઓસ્ટ્રેલિયા, આ મેચ જીતીને સીરિઝને 2-2 થી ડ્રૉ કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. આ રોમાંચક મેચ દરમિયાન, ઘણા ખેલાડીઓ પાસે કેટલીક ખાસ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની સુવર્ણ તક હશે. જસપ્રીત બુમરાહ, અભિષેક શર્મા જેવા ઘણા અન્ય ખેલાડીઓ સામેલ જે આજની મેચમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરશે.
જસપ્રીત બુમરાહ
ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અત્યાર સુધીમાં ભારત માટે 79 T20I મેચ રમી ચૂક્યા છે. જેમા 77 ઇનિંગ્સમાં 18.11 ની સરેરાશથી 99 વિકેટ લીધી છે. જો તે આજની મેચમાં વધુ એક વિકેટ લેવામાં સફળ થાય છે, તો બુમરાહ ભારત માટે T20I ક્રિકેટમાં 100 વિકેટ લેનાર બીજો બોલર બનશે.
અભિષેક શર્મા
T20I ક્રિકેટમાં સૌથી ઓછા બોલનો સામનો કરીને 1000 રન બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટિમ ડેવિડના નામે છે, જેમણે 569 બોલનો સામનો કરીને આ સિદ્ધિ મેળવી હતી. અત્યાર સુધી, અભિષેક શર્માએ ભારતીય ટીમ માટે 521 બોલનો સામનો કરીને 989 રન બનાવ્યા છે. જો તે આજે 47 કે તેથી ઓછા બોલમાં 11 રન બનાવી લે છે, તો અભિષેક શર્મા T20I ક્રિકેટમાં 1000 રન બનાવનાર સૌથી ઝડપી બેટ્સમેન બની જશે.
તિલક વર્મા
ભારતીય ટીમના યુવા સ્ટાર બેટ્સમેન તિલક વર્માએ દેશ માટે 36 T20I મેચ રમી છે, જેમાં 33 ઇનિંગ્સમાં 47.42 ની સરેરાશથી 996 રન બનાવ્યા છે. જો તે આજની મેચમાં વધુ ચાર રન બનાવે છે, તો તે ભારતીય ટીમ માટે T20I ક્રિકેટમાં 1000 રન બનાવનારા પસંદગીના ખેલાડીઓના જૂથમાં જોડાઈ જશે.
ગ્લેન મેક્સવેલઓસ્ટ્રેલિયન પ્લેયર ગ્લેન મેક્સવેલે T20I ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા ટીમ માટે 148 છગ્ગા ફટકાર્યા છે. જો તે આજની મેચમાં વધુ બે છગ્ગા ફટકારે છે, તો મેક્સવેલ પૂર્વ કેરેબિયન બેટ્સમેન નિકોલસ પૂરન (149) ને પાછળ છોડી દેશે અને T20I ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનાર વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન બનશે.




















