Abhishek Sharma created history: ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T20 સીરિઝની અંતિમ મેચ 8 નવેમ્બર, રવિવારના રોજ બ્રિસ્બેનના ગાબા ખાતે ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આનો અર્થ એ થયો કે, ભારતીય ટીમે પહેલા બેટિંગ કરવી પડી. સૂર્યકુમાર યાદવની કેપ્ટનસી હેઠળ ભારતીય ટીમે શુભમન ગિલ અને અભિષેક શર્મા સાથે આ મેચમાં દમદાર શરૂઆત કરી હતી. આ દરમિયાન લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન અભિષેક શર્માએ પણ T20I માં એક ખૂબ જ ખાસ સિદ્ધિ હાંસલ કરી. અભિષેક શર્માએ તેનો 1000 T20I રન પૂર્ણ કર્યા.
સુર્યકુમાર યાદવનો તોડ્યો રેકોર્ડ
અભિષેક શર્મા T20I મેચોમાં રમાયેલા બોલના આધારે 1,000 રન બનાવનાર સૌથી ફાસ્ટેસ્ટ બેટ્સમેન (ફુલ મેમ્બર્સ ટીમ) બન્યો છે. તેને 1,000 રન પૂરા કરવા માટે 528 બોલ લીધા હતા. આ રેકોર્ડે ભારતના T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેમને 1,000 રન પૂરા કરવા માટે 573 બોલ લીધા હતા. વધુમાં, અભિષેક શર્મા 1,000 T20I રન પૂરા કરનાર બીજો સૌથી ઝડપી ભારતીય ખેલાડી છે, જે ઈનિંગ્સના આધારે છે.
સૌથી ઓછા બોલમાં સૌથી ઝડપી 1000 T20I રન (પૂર્ણ સભ્ય ટીમો)
બોલ | પ્લેયર | ટીમ |
|---|---|---|
528 | અભિષેક શર્મા | ભારત |
573 | સૂર્યકુમાર યાદવ | ભારત |
599 | ફિલ સોલ્ટ | ઇંગ્લેન્ડ |
604 | ગ્લેન મેક્સવેલ | ઓસ્ટ્રેલિયા |
609 | આન્દ્રે રસેલ/ફિન એલન | વેસ્ટ ઇન્ડીઝ/ન્યુઝીલેન્ડ |
1000 T20I રન પૂરા કરનાર સૌથી ઓછી ઇનિંગ્સ (ભારત)
ઇનિંગ્સ | પ્લેયર |
|---|---|
27 | વિરાટ કોહલી |
28 | અભિષેક શર્મા |
29 | કે. એલ રાહુલ |
31 | સૂર્યકુમાર યાદવ |
40 | રોહિત શર્મા |
2 વખત મળ્યું જીવનદાન
ગાબા T20I મેચમાં અભિષેક શર્માને પણ બે જીવનદાન મળ્યા. પહેલી જ ઓવરમાં, ગ્લેન મેક્સવેલે મિડ-ઓફ પર બેન દ્વારશુઇસના બોલ પર કેચ છોડી દીધો. ત્યારપછી, ચોથી ઓવરમાં, દ્વારશુઇસે ઇનિંગ્સના અંતિમ ઓવરમાં નાથન એલિસના બોલ પર એક સરળ કેચ છોડી દીધો.
ગાબા T20I માટે ભારતની પ્લેઇંગ ઇલેવન: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.
ગાબા T20I માટે ઓસ્ટ્રેલિયાના પ્લેઇંગ 11: મિશેલ માર્શ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), ટિમ ડેવિડ, જોશ ફિલિપ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશુઇસ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, એડમ ઝામ્પા.




















