logo-img
Cricketer Vipraj Nigam Receives Threats

IPL ખેલાડીને એક છોકરીએ ફોન પર કર્યો "બ્લેકમેલ" : આ ક્રિકેટરને મળી જાનથી મારી નાખવાની ધમકી, મામલાની હાથ ધરાઇ તાપસ

IPL ખેલાડીને એક છોકરીએ ફોન પર કર્યો "બ્લેકમેલ"
Published by: Offbeat Team
| Last Updated: Nov 10, 2025, 11:55 AM IST

Cricketer Vipraj Nigam receives death threats: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા ક્રિકેટર વિપરાજ નિગમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. તેમને એક અજાણ્યા ઇન્ટરનેશનલ નંબર પરથી વારંવાર ફોન આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એક મહિલા વિપરાજ નિગમને બ્લેકમેલ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક મહિલાએ દિલ્હી કેપિટલ્સ ક્રિકેટર પાસેથી કેટલીક માંગણીઓ કરી હતી અને જો તે માંગણીઓ પૂરી નહીં થાય તો તેનો વીડિયો ઓનલાઈન લીક કરવાની ધમકી આપી હતી.

વિપરાજ નિગમે કરી ફરિયાદ

આ ઘટના રવિવાર, 9 નવેમ્બરના રોજ બની હતી, જ્યારે વિપરાજ નિગમને વિવિધ નંબરો પરથી ફોન આવવા લાગ્યા હતા. શરૂઆતમાં તેણે નંબરો બ્લોક કરી દીધા હતા, પરંતુ બ્લેકમેઇલર ફરીથી બીજા નંબર પરથી ફોન કરવા લાગ્યો હતો. હતાશ થઈને, 21 વર્ષીય વિપરાજ નિગમે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેને આ અજાણી મહિલા પર જાહેરમાં બદનામ કરવાનો અને માનસિક રીતે હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે, કોલ ડિટેલ્સ, ડિજિટલ પુરાવા અને કોલ ક્યાંથી આવ્યો તે શોધવાનો પ્રયાસ કરી રહી છે. ભારતીય ક્રિકેટરનો પરિવાર ચિંતિત છે કારણ કે, ફરિયાદીના પરિવારના સભ્યો નથી ઇચ્છતા કે તેમનો પુત્ર કોઈપણ પ્રકારના વિવાદમાં ફસાઈ જાય.

IPL 2025 થી લોકપ્રિયતા મેળવી

વિપરાજ નિગમે ડોમેસ્ટિક ક્રિકેટમાં 2024 થી ઉત્તર પ્રદેશ માટે રમી રહ્યો છે. જોકે, તેમને સૌથી વધુ લોકપ્રિયતા 2025 ની IPL સીઝન દરમિયાન મળી, જ્યાં તેઓ દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યા હતા. તેમને દિલ્હી કેપિટલ્સ દ્વારા ઓક્શનમાં ₹50 લાખમાં ખરીદવામાં આવ્યા હતા. ગયા સીઝનમાં, તેમણે 14 મેચ રમી હતી, જેમાં 142 રન બનાવ્યા હતા અને 11 વિકેટ લીધી હતી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now