Australian footballer Ryan Williams renounces his Australian citizenship: ઓસ્ટ્રેલિયન ફૂટબોલ ખેલાડી Ryan Williams એ પોતાની ઓસ્ટ્રેલિયન નાગરિકતા છોડી દીધી છે અને ભારતીય પાસપોર્ટ અપનાવ્યો છે, જેના કારણે હવે ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમમાં તેની પસંદગીનો માર્ગ ખૂલી ગયો છે. નોંધનીય છે કે, Ryan Williams મુંબઈમાં મૂળ ધરાવતા Anglo-Indian પરિવારમાંથી આવે છે. 2023 માં બેંગલુરુ FC માં જોડાવનાર Ryan Williams પહેલા ઈંગ્લેન્ડના ક્લબ પોર્ટ્સમાઉથ અને ફુલહામ માટે રમી ચૂક્યો છે. તેમણે 2013 ના અંડર-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનસી કરી હતી.
તેમના દાદા બોમ્બે ટીમ માટે પણ રમ્યા
તે સાઉથ કોરિયા સામેની ફ્રેન્ડલી મેચમાં સિનિયર સ્તરે ઓસ્ટ્રેલિયા માટે પણ રમ્યો હતો. જોકે, પર્થ ગ્લોરી સાથે ઘણા વર્ષો વિતાવ્યા પછી, તેને તેના ભારતીય મૂળ સાથે ઊંડો જોડાણ અનુભવાયું. હવે 32 વર્ષનો વિલિયમ્સ આ મહિને બાંગ્લાદેશ સામે AFC એશિયન કપ 2027 ક્વોલિફાયરમાં ભારત માટે ડેબ્યૂ કરી શકે છે. તેના માટે, આ તેના મૂળ તરફ પાછા ફરવાનો પ્રસંગ છે. તેના દાદા, લિંકન એરિક ગ્રોસ્ટેટ, મુંબઈના પ્રખ્યાત ફૂટબોલર હતા જેઓ Tata ટીમ માટે રમ્યા હતા અને 1956 ની સંતોષ ટ્રોફી ફાઇનલમાં બોમ્બેની કેપ્ટનસી કરી હતી, જ્યાં તેની ટીમનો સામનો સૈયદ રહીમની હૈદરાબાદ ટીમ સાથે થયો હતો.
ભારતની કેપ્ટનસી કરનાર બીજો વ્યવસાહિક ખેલાડી
હાલમાં બેંગલુરુ FC ના કેપ્ટન Ryan Williams, જાપાનમાં જન્મેલા અરાતા ઇઝુમી (2012) પછી સિનિયર સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર બીજો વ્યાવસાયિક ખેલાડી બન્યો છે, જેમણે ભારતીય નાગરિકતા મેળવી છે.




















