Know about the top 5 cricketers who have won the most Player of the Series awards: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, ખેલાડીની કન્સિસ્ટન્સી અને મેચ પર નિયંત્રણનો સૌથી મોટો પુરાવો "Player Of The Series" એવોર્ડ છે. આ સન્માન તે ખેલાડીને આપવામાં આવે છે, જે આખી સીરિઝ દરમિયાન ટીમ માટે સૌથી શાનદાર પર્ફોર્મન્સ કરે છે. જાણો ટોપ 5 ક્રિકેટરોની વિશે, જેમણે ત્રણેય ફોર્મેટ (Test, ODI અને T20I) માં સૌથી વધુ વખત આ એવોર્ડ જીત્યો છે.
Virat Kohli - ભારત
ભારતીય રન-મશીન વિરાટ કોહલી આ યાદીમાં ટોપ પર છે. 2008 થી, તેણે 553 મેચ અને 167 સીરિઝમાં 21 વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો છે. તેમણે ટેસ્ટમાં 3 વખત, ODI માં 11 વખત અને T20 માં 7 વખત આ એવાર્ડ મળ્યો છે. વિરાટ કોહલીનું સતત પ્રદર્શન અને જીતની ભૂખ તેને અન્ય ખેલાડીઓથી અલગ પાડે છે.
Sachin Tendulkar - ભારત
"God of Cricket" સચિન તેંડુલકર ભલે હવે રમતમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય, પરંતુ તેમના નામ વગર રેકોર્ડની ચર્ચા કરવી અશક્ય છે. તેમણે 1989 થી 2013 દરમિયાન 20 વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો હતો, જેમાં 5 ટેસ્ટ અને 15 વનડે સીરિઝનો સમાવેશ થાય છે. આ બે દાયકાથી ક્રિકેટ પર તેમનું રાજ દર્શાવે છે.
Shakib Al Hasan - બાંગ્લાદેશ
બાંગ્લાદેશનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન આ યાદીમાં ત્રીજા ક્રમે છે. તેણે 162 સીરિઝમાં 17 વખત આ એવોર્ડ જીત્યો છે. શાકિબ અલ હસન બેટિંગ અને બોલિંગ બંનેથી મેચ બદલવાની ક્ષમતા ધરાવે છે. તેમણે 5 ટેસ્ટ, 7 વનડે અને 5 T20I સીરિઝમાં આ સિદ્ધિ મેળવી છે.
Jacques Kallis - સાઉથ આફ્રિકા
વિશ્વના મહાન ઓલરાઉન્ડરોમાંના એક, જેક્સ કાલિસ પણ આ યાદીમાં છે. તેમણે પોતાની કારકિર્દીમાં 519 મેચ અને 148 સીરિઝ રમીને 15 વખત આ એવોર્ડ જીત્યો હતો. તેમણે ટેસ્ટ અને વનડે બંનેમાં પોતાના ક્લાસથી મેચોને પલટાવી દીધી હતી.
David Warner - ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નર આ યાદીમાં પાંચમા ક્રમે છે. તેમણે 383 મેચ અને 126 સીરિઝમાં 13 વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો છે. તેમની આક્રમક બેટિંગ ઓસ્ટ્રેલિયા માટે તમામ ફોર્મેટમાં એક શક્તિ રહી છે.




















