Home Sports Quinton De Kock Created History Broke Chris Gayles Great World Record

PAK vs SA; Quinton de Kock એ રચ્યો ઇતિહાસ! : Chris Gayle નો મહાન વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

PAK vs SA; Quinton de Kock એ રચ્યો ઇતિહાસ!
Published by: OBS Bureau
Last Updated: Nov 07, 2025, 12:51 PM IST

Quinton de Kock record: સાઉથ આફ્રિકાએ પાકિસ્તાન સામેની બીજી ODI માં શાનદાર બેટિંગ કરી અને 8 વિકેટથી મેચ જીતી લીધી. પાકિસ્તાને બીજી ODI માં પહેલા બેટિંગ કરીને 9 વિકેટે 269 રન બનાવ્યા, ત્યારપછી સાઉથ આફ્રિકાએ 40.1 ઓવરમાં માત્ર 2 વિકેટ લક્ષ્યને ચેસ કર્યો. સાઉથ આફ્રિકા માટે Quinton de Kock એ 119 બોલમાં 123 રનની ઇનિંગ રમી, તેની ઇનિંગમાં Quinton de Kock એ 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકારવામાં સફળ રહ્યો હતો. નિવૃત્તિમાંથી પાછા આવનાર Quinton de Kock એ સદી ફટકારીને ઇતિહાસ રચ્યો.

Chris Gayle નો ODI વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો

આ Quinton de Kock ની પાકિસ્તાનમાં પહેલી ODI સેંચુરી હતી, પરંતુ એશિયામાં તેની નવમી સેંચુરી હતી. 32 વર્ષીય Quinton de Kock એ ભારતમાં 6 સેંચુરી ફટકારી છે, જેમાંથી ચાર 2023 વર્લ્ડ કપમાં અને બે 2015 માં ભારત સામે હતી. તેને UAE માં 1 સેંચુરી અને બે સેંચુરી શ્રીલંકામાં પણ ફટકારી છે. આ ઇનિંગ સાથે, Quinton de Kock એ એશિયામાં વિદેશી ઓપનિંગ બેટ્સમેન દ્વારા સૌથી વધુ સેંચુરી ફટકારવામાં Chris Gayle નો રેકોર્ડ તોડ્યો. વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ મહાન બેટ્સમેન એશિયન દેશોમાં 8 સેંચુરી ફટકારી ચૂક્યા છે. અને હવે Quinton de Kock પાસે હવે એશિયામાં 9 ODI સેંચુરી છે.

એશિયામાં વિદેશી ઓપનિંગ બેટ્સમેન દ્વારા સૌથી વધુ ODI સેંચુરી (એશિયન ખેલાડીઓ સિવાય)

બેટ્સમેન

સેંચુરી

Quinton de Kock

9

Chris Gayle

8

Nathan Astle

6

Shai Hope

6

Gary Kirsten

5

Paul Stirling

5

David Warner

5

વધુમાં, ક્વિન્ટન ડી કોક ODI માં સૌથી વધુ સદી ફટકારનાર ત્રીજો સાઉથ આફ્રિકન બેટ્સમેન બન્યો છે. સાઉથ આફ્રિકાના માટે ODI માં સૌથી વધુ સેંચુરી ફટકારનાર હાશિમ અમલા છે જેમના નામે 27 સેંચુરી છે.

સાઉથ આફ્રિકા માટે વનડેમાં સૌથી વધુ સેંચુરી ફટકારનાર

સેંચુરી

પ્લેયર

27

Hashim Amla

25

AB de Villiers

22

Quinton de Kock

21

Herschelle Gibbs

17

Jacques Kallis

સાઉથ આફ્રિકા vs પાકિસ્તાન માટે વનડેમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર

રન

પ્લેયર

સ્થળ

વર્ષ

128

AB de Villiers

Johannesburg

2013

124

Daryll Cullinan

Nairobi

1996

123*

Rassie van der Dussen

Centurion

2021

123*

Quinton de Kock

Faisalabad

2025

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now