IND vs SA Schedule: ઓસ્ટ્રેલિયા સામે ODI સીરિઝ હાર્યા બાદ ભારતે T20I સીરિઝ જીતી. હવે, ટીમ ઈન્ડિયા 14 નવેમ્બરથી ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ અને મર્યાદિત ઓવરોની સીરિઝ રમશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝ 14 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. પહેલી મેચ કોલકાતામાં રમાશે. આ પછી, બીજી મેચ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં શરૂ થશે. બંને દેશો ત્રણ ODI મેચની સીરિઝ રમશે. પહેલી મેચ 30 નવેમ્બરથી રાંચીમાં રમાશે, ત્યારબાદ બીજી મેચ 3 ડિસેમ્બરે રાયપુરમાં રમાશે. સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે.
T20I સીરિઝ 9 ડિસેમ્બરથી શરૂ થશે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પહેલી T20I મેચ 9 ડિસેમ્બરે કટકમાં રમાશે. સીરિઝની બીજી મેચ 11 ડિસેમ્બરે ન્યુ ચંદીગઢમાં રમાશે. ત્રીજી મેચ 14 ડિસેમ્બરે ધર્મશાળામાં રમાશે. ચોથી T20I મેચ 17 ડિસેમ્બરે લખનૌમાં રમાશે, જ્યારે પાંચમી મેચ 19 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે.
આ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે મહત્વપૂર્ણ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. શુભમન ગિલ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે ઋષભ પંત ઉપ-કપ્તાન રહેશે. મોહમ્મદ શમી ફરી એકવાર ટીમમાં સ્થાન ન મળ્યું. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ ટીમનું સંતુલન મજબૂત બનાવશે, જ્યારે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પેસ એટેકને સંભાળશે. આકાશ દીપનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે મહત્વપૂર્ણ રહેશે.
ક્યાં લાઈવ ટેલિકાસ્ટ અને લાઈવ સ્ટ્રીમિંગ થશે?
ભારત vs સાઉથ આફ્રિકા ટેસ્ટ અને T20 સીરિઝનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર અને લાઇવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને તેમની વેબસાઇટ પર કરવામાં આવશે.
ભારતની ટેસ્ટ ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કે. એલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, આકાશ દીપ.




















