Team India's upcoming series: ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T20 સીરિઝને 2-1 થી જીતી લીધી. બંને ટીમો વચ્ચે સીરિઝની અંતિમ મેચ 8 નવેમ્બર, શનિવારના રોજ બ્રિસ્બેનના ગાબા ખાતે રમાઈ હતી. વરસાદને કારણે આ મેચ રદ કરવામાં આવી હતી. ભારતીય ટીમે 2008 થી ઓસ્ટ્રેલિયાની ધરતી પર T20 સીરિઝમાં હાર મેળવી નથી. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન 5 T20 મેચ અને 3 વનડે રમી હતી. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ, ભારતે વનડે સીરિઝ 1-2 થી હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી ભારતીય ખેલાડીઓને વધુ આરામ મળશે નહીં. ભારતીય ટીમ હવે ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે 2 ટેસ્ટ, 3 વનડે અને 5 T20I મેચ રમશે.
ટેસ્ટ અને ODI સીરિઝ ક્યારે?
ભારત અને સાઉથ આફ્રિકા સીરિઝની પહેલી ટેસ્ટ મેચ 14 નવેમ્બરે કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે, જેમાં એક અઠવાડિયા કરતાં પણ ઓછો સમય બાકી છે. બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 22 નવેમ્બરે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ટેસ્ટ મેચ પછી, વનડે સીરિઝ શરૂ થશે. વનડે સીરિઝની પહેલી મેચ 30 નવેમ્બરે રાંચીમાં રમાશે. બીજી મેચ 3 ડિસેમ્બરે રાયપુરમાં અને છેલ્લી વનડે 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે.
T20I મેચ ક્યારે રમાશે?
ODI પછી, ભારત અને સાઉથ આફ્રિકા પાંચ મેચની T20I સીરિઝ રમશે. T20I સીરિઝની પહેલી મેચ 9 ડિસેમ્બરે કટકમાં રમાશે. ત્યારપછી T20I મેચ 11 ડિસેમ્બર (મુલ્લાનપુર), 14 ડિસેમ્બર (ધર્મશાલા), 17 ડિસેમ્બર (લખનૌ) અને 19 ડિસેમ્બર (અમદાવાદ) ના રોજ રમાશે. નોંધનીય છે કે, ભારત અને સાઉથ આફ્રિકા બંનેએ ટેસ્ટ સીરિઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. શુભમન ગિલ ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમની કેપ્ટનસી કરશે, જ્યારે ટેમ્બા બાવુમા સાઉથ આફ્રિકાની ટીમનું નેતૃત્વ કરશે. ODI અને T20 સીરિઝ માટે ટીમો હજુ સુધી ફાઇનલ કરવામાં આવી નથી.
ભારતની ટેસ્ટ ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કે. એલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને આકાશ દીપ.
ટેસ્ટ સીરિઝ માટે સાઉથ આફ્રિકાની ટેસ્ટ ટીમઃ ટેમ્બા બાવુમા (કેપ્ટન), કોર્બીન બોશ, ડેવોલ્ડ બ્રેવિસ, ટોની ડી જોર્ઝી, ઝુબેર હમઝા, સિમોન હાર્મર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, એડન માર્કરામ, વિઆન મુલ્ડર, સેનુરન મુથુસામી, કાગીસો રબાડા, રેયાન રિકલ્ટન, કાયલ વેરેન (wk) અને ટ્રિસ્ટન સ્ટબ્સ.
કઈ મેચ ક્યારે અને કયા રમાશે?
તારીખ | ફોર્મેટ | સ્ટેડિયમ |
|---|---|---|
14 થી 18 નવેમ્બર | 1st ટેસ્ટ | Eden Gardens, Kolkata |
22 થી 26 નવેમ્બર | 2nd ટેસ્ટ | ACA Stadium, Guwahati |
30 નવેમ્બર | 1st ODI | JSCA International Stadium Complex, Ranchi |
3 ડિસેમ્બર | 2nd ODI | Shaheed Veer Narayan Singh International Cricket Stadium, Raipur |
6 ડિસેમ્બર | 3rd ODI | Dr YS Rajasekhara Reddy ACA-VDCA Cricket Stadium, Visakhapatnam |
9 ડિસેમ્બર | 1st T20I | Barabati Stadium, Cuttack |
11 ડિસેમ્બર | 2nd T20I | New PCA Stadium, New Chandigarh |
14 ડિસેમ્બર | 3rd T20I | Himachal Pradesh Cricket Association Stadium, Dharamshala |
17 ડિસેમ્બર | 4th T20I | Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow |
19 ડિસેમ્બર | 5th T20I | Narendra Modi Stadium, Ahmedabad |




















