Shubman Gill, Abhishek Sharma record: અભિષેક શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી. અભિષેક શર્માએ 13 બોલમાં 1 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 23 રન બનાવ્યા હતા, જ્યારે શુભમન ગિલે 16 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 29 રન બનાવ્યા છે. બંનેએ મળીને 4.5 ઓવરમાં 52 રન બનાવ્યા હતા. વરસાદને કારણે મેચ બંધ થઈ ગઈ હોવા છતાં, આ સમયમાં બંને બેટ્સમેનોએ મળીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. શુભમન ગિલ અને અભિષેક શર્મા ઓસ્ટ્રેલિયા સામે ઓસ્ટ્રેલિયામાં T20I સીરિઝમાં કોઈપણ વિકેટ માટે સૌથી વધુ રનની ભાગીદારી કરનાર બેટ્સમેન બની ગયા છે. આ સીરિઝમાં તેઓએ અત્યાર સુધી કુલ 188 રનની ભાગીદારી કરી છે. આ કરીને બંનેએ Dewald Brevis અને Tristan Stubbs નો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ઓસ્ટ્રેલિયા સામે ઓસ્ટ્રેલિયામાં T20I સીરિઝમાં કોઈપણ વિકેટ માટે સૌથી વધુ રનની ભાગીદારી ધરાવતા બેટ્સમેન
રન | ખેલાડીઓ | વર્ષ |
|---|---|---|
188* | Shubman Gill અને Abhishek Sharma | 2025 |
187 | Dewald Brevis અને Tristan Stubbs | 2025 |
183 | Shikhar Dhawan અને Rohit Sharma | 2016 |
વરસાદને કારણે મેચ રોકાઈ
રમત સમયે, ભારતે 4.5 ઓવર પછી એક પણ વિકેટ ગુમાવ્યા વિના ૫૨ રન બનાવ્યા હતા. ગાબામાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જેના પર ભારતની ઓપનિંગ જોડી, અભિષેક શર્મા અને શુભમન ગિલે ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરવા માટે સારો પ્રતિભાવ આપ્યો. બંને ખેલાડીઓએ પહેલી ઓવરથી જ ઝડપથી સ્કોર કરવાનો પોતાનો ઇરાદો દર્શાવ્યો.
ભારતીય ટીમે સીરિઝ જીતી
પહેલી ઓવરના અંતે ભારત 11 રન ફટકાર્યા હતા. શુભમન ગિલે ઇનિંગની ત્રીજી ઓવરમાં ચાર ચોગ્ગા ફટકારીને ટીમના સ્કોરને વધુ ઝડપથી આગળ વધાર્યો. બીજા છેડે અભિષેક શર્મા એક મજબૂત શરૂઆત આપીને રમી રહ્યો હતો. ખરાબ હવામાનને કારણે રમત રોકાઈ ત્યાં સુધીમાં, અભિષેક શર્માએ 13 બોલમાં 1 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 23 રન બનાવ્યા હતા, જ્યારે શુભમન ગિલે 16 બોલમાં 29 રન બનાવ્યા હતા. વરસાદને કારણે ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી T20I મેચ રદ થઈ અને આ સીરિઝને ભારતીય ટીમે 2-1 થી જીતી લીધી છે. પાંચ મેચની સીરિઝની પ્રથમ અને અંતિમ મેચ વરસાદને કારણે રદ થઈ હતી, જ્યારે બીજી મેચ ઓસ્ટ્રેલિયા અને ત્રીજી અને ચોથી મેચ ભારતે જીતી હતી. અને અભિષેક શર્માને મળ્યો પ્લેયર ઓફ ધ સીરિઝનો એવાર્ડ.




















