T20 World Cup 2026: પ્રખ્યાત કોમેન્ટેટર Harsha Bhogle એ 2026 T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમની પસંદગી કરી છે. તેમણે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમનો T20 વર્લ્ડ કપ 2026 ટીમમાં સમાવેશ થઈ શકે છે. તેમણે અભિષેક શર્મા અને શુભમન ગિલને ઓપનર તરીકે પસંદ કર્યા છે. મીડિયા રિપોર્ટમાં, Harsha Bhogle એ અપેક્ષા છે કે, આ 15 ખેલાડીઓને T20I વર્લ્ડ કપ 2026 ની ટીમમાં સ્થાન મળશે.
હાર્દિક પંડ્યા સંપૂર્ણફિટ હશે?
જયસ્વાલ ઉપરાંત, તેમણે નીતિશ કુમાર રેડ્ડીને પણ તેમની ટીમમાંથી બહાર રાખ્યા છે. Harsha Bhogle એ હાર્દિક પંડ્યાને પણ ટીમમાં સામેલ કર્યો છે. Harsha Bhogle ને આશા છે કે, હાર્દિક પંડ્યા સંપૂર્ણપણે ફિટ થઈ જશે અને T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ બનશે. હાર્દિક પંડ્યા, જે 2025 એશિયા કપ દરમિયાન ઇજાને કારણે ઓસ્ટ્રેલિયા સીરિઝનો ભાગ ન હતો, તે આગામી T20 વર્લ્ડ કપ માટે ટીમનો ભાગ બને તેવી અપેક્ષા છે. કોમેન્ટેટર Harsha Bhogle એ પોતાની ટીમમાં એવા ખેલાડીઓની પણ પસંદગી કરી છે, જે ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝમાં ભારતીય ટીમનો ભાગ છે. નોંધનીય છે કે, T20 વર્લ્ડ કપ ફેબ્રુઆરીમાં રમવાનો છે. તે પહેલાં, ભારતીય ટીમ ઘણી T20 સીરિઝ રમશે. T20 વર્લ્ડ કપ પહેલાં, ભારતીય ટીમ સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ સામે T20 સીરિઝ રમશે.
Harsha Bhogle એ T20 વર્લ્ડ કપ 2026 માટે આ 15 ખેલાડીઓને ભારતીય ટીમમાં સામેલ કર્યા
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ.




















