Ravichandran Ashwin showed his trump cards to these two players, not Bumrah: પૂર્વ ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને બે ભારતીય ખેલાડીઓના નામ આપ્યા છે, જે T20 વર્લ્ડ કપમાં ભારતના ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. અશ્વિને કહ્યું છે કે, અન્ય ટીમોએ આ બે ભારતીય ખેલાડીઓથી સાવધાન રહેવું પડશે. આ બે ખેલાડીઓ T20 માં સૌથી ખતરનાક ખેલાડીઓ ગણાવ્યા છે અને T20 વર્લ્ડ કપમાં અન્ય ટીમો માટે મુખ્ય માથાનો દુખાવો સાબિત થઈ શકે છે.
બુમરાહ નહીં પણ આ બે ખેલાડીઓ
પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા અશ્વિને કહ્યું, "જો કોઈ પણ ટીમ ભારતમાં T20 વર્લ્ડ કપ જીતવા ઇચ્છતી હોય, તો તેમણે આ બે બાબતોમાં ધ્યાન રાખવું પડશે. અત્યાર સુધી હું જસપ્રીત બુમરાહને હેન્ડલ કરવાની વાત કરી રહ્યો હતો... પરંતુ હવે હું કહીશ કે, જે રીતે મેં ટિમ ડેવિડને વરુણ ચક્રવર્તીને હેન્ડલ કરતા જોયો છે, મને લાગે છે કે જો કોઈ ટીમ ભારતને હરાવવા ઇચ્છતી હોય, તો તેમણે અભિષેક શર્મા અને વરુણ ચક્રવર્તીનો સામનો કરવો પડશે."
અભિષેક શર્મા કેમ ખાસ?
અશ્વિને એ પણ વાત કરી કે, કેવી રીતે ટિમ ડેવિડે હોબાર્ટમાં મેચ દરમિયાન ચક્રવર્તી સામે શાનદાર બેટિંગ કરી અને તેની સામે બેટિંગ કરવામાં સફળ રહ્યો હતો. અને અભિષેક શર્મા એક એવા બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો છે, જે કોઈપણ મેદાન પર બોલરોને આશ્ચર્યચકિત કરી શકે છે. અભિષેક શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝમાં 5 મેચમાં 166 રન બનાવ્યા હતા.
વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્મા સામે કોઈ ચોક્કસ પ્લાન?
અશ્વિને કહ્યું, "જે પણ ટીમ વર્લ્ડ કપ માટે આવી રહી છે, તે વરુણ ચક્રવર્તી સામે આવી જ રીતે તૈયારી કરશે કારણ કે, તેનાથી તેમને વર્લ્ડ કપમાં ફાયદો થશે." અશ્વિને એ પણ સમજાવ્યું કે, કેવી રીતે ઓસ્ટ્રેલિયન બોલરોએ "અભિષેક શર્મા સામે ચોક્કસ રણનીતિ સાથે બોલિંગ કરી, જેના કારણે અભિષેક પાવરપ્લેમાં મુક્તપણે સ્કોર કરી શક્યો નહીં."




















