IND vs AUS T20 Series: ODI પછી, ભારત અને ઓસ્ટ્રેલિયા હવે T20I સીરિઝ રમી રહ્યા છે. પાંચ માંથી ત્રણ મેચ રમાઈ ચૂકી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી T20I મેચ ગુરુવાર, 6 નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયાના શહેર ગોલ્ડ કોસ્ટમાં રમાશે. આ સીરિઝ 1-1 થી બરાબર છે. ટીમ ઈન્ડિયા અથવા ઓસ્ટ્રેલિયા આ ચોથી T20I મેચ જીતીને સીરિઝમાં 2-1 ની લીડ મેળવવાનો પ્રયાસ કરશે.
ચોથી T20I ક્યારે અને ક્યાં રમાશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20I સીરિઝની ચોથી મેચ ગુરુવાર, 6 નવેમ્બરના રોજ ગોલ્ડ કોસ્ટમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1:45 વાગ્યે શરૂ થશે. મેચ શરૂ થવાના અડધા કલાક પહેલા એટલે કે બપોરે 1:15 વાગ્યે ટોસ થશે.
લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી T20 સીરિઝની પ્રથમ ત્રણ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ સ્ટ્રીમ થી હતી. ચોથી T20 મેચ પણ સ્ટાર સ્પોર્ટ્સ પર બતાવવામાં આવશે. વધુમાં, આ મેચ DD સ્પોર્ટ્સ પર પણ જોઈ શકાશે.
મોબાઇલ પર લાઇવ કેવી રીતે જોવું?
6 નવેમ્બરના રોજ યોજાનારી ભારત-ઓસ્ટ્રેલિયા મેચ OTT પ્લેટફોર્મ Jio Hotstar એપ અને પ્લેટફોર્મની વેબસાઇટ પર લાઇવ જોઈ શકાય છે.
સીરિઝ 1-1 થી બરાબર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 29 ઓક્ટોબરના રોજ રમાયેલી પહેલી T20I વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. બીજી T20I ઓછી સ્કોરવાળી હતી. જે મેચ ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટથી જીત મેળવીને સીરિઝમાં 1-0 ની લીડ મેળવી હતી. ત્રીજી T20I 2 નવેમ્બરના રોજ હોબાર્ટમાં રમાઈ હતી, જેમાં ભારતે 5 વિકેટથી જીત મેળવી હતી. ત્રણ મેચ પછી, સીરિઝ 1-1 થી બરાબર છે. બંને ટીમો 6 નવેમ્બરના રોજ રમાનારી ચોથી T20I જીતીને સીરિઝમાં 2-1 ની લીડ મેળવવાનો પ્રયાસ કરશે.





















