Rising Star Asia Cup: ભારતે હાલમાં એશિયા કપ 2025 જીતીને ઇતિહાસ રચ્યો હતો, પરંતુ હવે ટીમ ઇન્ડિયા બીજી એશિયન ટુર્નામેન્ટ માટે તૈયાર છે. જોકે ACC અને PCB પ્રમુખોએ હજુ સુધી ઔપચારિક રીતે ભારતને અગાઉની એશિયા કપ ટ્રોફી સોંપી નથી, પરંતુ ક્રિકેટ પ્રેમીઓ માટે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાઇઝિંગ સ્ટાર એશિયા કપ 2025, 14 નવેમ્બરથી દોહા (કતાર) માં રમાશે, જ્યારે ફાઇનલ મેચ 23 નવેમ્બરે યોજાશે. BCCI એ આ ટુર્નામેન્ટ માટે ઇન્ડિયા A ટીમની જાહેરાત કરી છે, જેમાં ઘણા યુવા અને ઉભરતા ખેલાડીઓને તક આપવામાં આવી છે. જુઓ આખું શેડ્યૂલ અને સ્ક્વાડ વિશેની માહિતી.
જીતેશ શર્મા કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે
ભારતીય સિલેક્ટર્સએ આ ટુર્નામેન્ટ માટે વિકેટકીપર-બેટ્સમેન જીતેશ શર્માને કેપ્ટન બનાવમાં આવ્યો છે. આક્રમક બેટિંગ અને શાંત વર્તન માટે જાણીતા જીતેશ શર્મા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલીવાર ટીમ ઇન્ડિયા A નું નેતૃત્વ કરશે. નમન ધીરને ઉપ-કપ્તાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. નમન ધીરે ડોમેસ્ટિક ક્રિકેટમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને IPL માં પોતાની આક્રમક ઇનિંગ્સથી પોતાનું નામ પણ બનાવ્યું છે.
વૈભવ સૂર્યવંશી અને આશુતોષ શર્માને તક મળી
રાઇઝિંગ સ્ટાર એશિયા કપને ઉભરતા એશિયન ખેલાડીઓ માટે એક મુખ્ય પ્લેટફોર્મ માનવામાં આવે છે. આ વખતે ભારતીય ટીમમાં ઘણા યુવા નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વૈભવ સૂર્યવંશી, પ્રિયાંશ આર્ય અને આશુતોષ શર્મા જેવા ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં પહેલીવાર ભારતીય જર્સીમાં રમતા જોવા મળશે. આ બધાએ હાલમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે, અને BCCI ને આશા છે કે, આ ખેલાડીઓ ભવિષ્યમાં સિનિયર ટીમનો ભાગ બની શકે છે.
ઈન્ડિયા-a સ્ક્વાડ:
પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, નેહલ વાઢેરા, નમન ધીર (વાઇસ-કેપ્ટન), સૂર્યાંશ શેડગે, જીતેશ શર્મા (કેપ્ટન, વિકેટકીપર), રમનદીપ સિંહ, હર્ષ દુબે, આશુતોષ શર્મા, યશ ઠાકુર, ગુર્જપનીત સિંહ, વિજય કુમાર વૈશક, યુધવીર સિંહ ચરક, અભિષેક પોરેલ (વિકેટકીપર), સુયશ શર્મા.
સ્ટેન્ડ બાય પ્લેયર્સ: ગુરનૂર સિંહ બ્રાર, કુમાર કુશાગરા, તનુષ કોટિયન, સમીર રિઝવી, શૈક રશીદ.
કયા ગ્રુપમાં છે ભારતીય ટીમ અને કોની સામે ક્યારે રમશે?
ઈન્ડિયા A ને ઓમાન, UAE અને પાકિસ્તાન A સાથે ગ્રુપ B માં રાખવામાં આવ્યા છે.
તારીખ | વાર | કઈ ટીમ સામે | મેચ ટાઇપ |
|---|---|---|---|
14 નવેમ્બર | શુક્રવાર | UAE | Group B League |
16 નવેમ્બર | રવિવાર | Pakistan A | Group B League |
18 નવેમ્બર | મંગળવાર | Oman | Group B League |
21 નવેમ્બર | શુક્રવાર | - | SF -1 |
21 નવેમ્બર | શુક્રવાર | - | SF -2 |
23 નવેમ્બર | રવિવાર | - | Final |
પાકિસ્તાન સામેની મેચ ક્યારે?
ફેન્સ માટે સૌથી મોટું આકર્ષણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હશે, જે 17 નવેમ્બરના રોજ દોહામાં રમાશે. દરવખતની જેમ, બંને દેશો વચ્ચેની આ મેચ ઉત્સાહ અને ભાવનાથી ભરેલી રહેશે. ભારતની યુવા ટીમ આ મેચ જીતીને એશિયામાં તેની નવી જનરેશનની તાકાત દર્શાવવા માંગશે.





















